સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 23rd January 2021

ટંકારા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ૩૦ હેલ્થ કેર વર્કરોને આરોગ્યને વેકસીન અપાઇ

 (હર્ષદરાય કંસારા દ્વારા) ટંકારા,તા.૨૩ : ટંકારા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વેકિસન આપવાની શરૂઆત થયેલ છે.  

ટંકારામાં સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડોકટરો, સ્ટાફ હેલ્થ કેર વર્કર્સના કર્મચારીઓ ને  વેકિસન આપવાની કામગીરી ચાલું થયેલ છે. જેમાં ૩૦ જેટલા સ્ટાફ ના લોકો ને રસી અપાયેલ. 

જેમાં સૌ પ્રથમ વેકિસન લેવાની શરૂઆત સી. એચ.સી ના સુપ્રિટેન્ડેન્ટ ડો.વી.બી. ચીખલિયા એ કરેલ.

ત્યારબાદ તમામ ૩૦ હેલ્થ કેર વર્કેરોને રસી આપવવામાં આવેલ  રસી લીધા બાદ ડો.વી.બી. ચીખલીયા એ જણાવ્યું હતું કે રસી લીધા બાદ તેને કોઈ આડ અસર જોવા મળી નથી.  આ રસી સારી હોવાનું જણાવ્યું હતું .તેઓએ જણાવેલ હતું કે આ વેકિસન ની  કોઈ આડઅસર થતી નથી .

વેકિસન લીધા બાદ હોસ્પિટલ ૩૦ મિનિટ રાખવામાં આવે છે અને તેઓને કાંઈ પણ તકલીફ થાય તો બધી પ્રકારની સુવિધા ઉપલબ્ધ છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે વેકિસન લીધા બાદ કોઈને કાંઈ મૂશ્કેલી પણ થાય તો આરોગ્ય કેન્દ્ર ખાતે તેઓ ૨૪ કલાક સેવા આપી રહ્યા છે જેથી કોઈ વેકિસન લેવામાં ડરવું નહીં.

(11:45 am IST)