સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 23rd January 2021

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને બીપી દ્વારા

ભારતના પૂર્વીય દરિયાકાંઠે આવેલા KG D6 બ્લોકમાં અલ્ટ્રા-ડીપ વોટરમાં આવેલા આર કલસ્ટરમાંથી ઉત્પાદન શરૂ કરવાની જાહેરાત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૨૩ : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આર.આઇ.એલ.)ની સહયોગી કંપની રિલાયન્સ રીટેલ વેન્ચર્સ લિમિટેડ (આર.આર.વી.એલ.)એ ૧૦.૦૯ ટકા ઇકિવટી હિસ્સા માટે રૂ. ૪૭,૨૬૫ કરોડની મૂડી ઊભી કરવાની પ્રક્રિયા પૂરી કરી. આ ક્ષેત્રમાં મેળવવામાં આવેલું આ સૌથી મોટું ભંડોળ છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને બીપી દ્વારા ભારતના પૂર્વીય દરિયાકાંઠે આવેલા KG D6 બ્લોકમાં અલ્ટ્રા-ડીપ વોટરમાં આવેલા આર કલસ્ટરમાંથી ઉત્પાદન શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી. આર.આઇ.એલ. અને બી.પી. KG D6માં બ્લોકમાં ત્રણ ડીપવોટર ગેસ પ્રોજેકટ - આર કલસ્ટર, સેટેલાઇટ્સ કલસ્ટર અને એમજે – વિકસિત કરી રહ્યું છે, જે વર્ષ ૨૦૨૩ સુધીમાં ભારતની ગેસની કુલ માગમાંથી ૧૫ ટકાની આપૂર્તિ કરે તેવી ધારણા છે. આ ત્રણેય પ્રોજેકટ KG D6 બ્લોકમાં આવેલી પ્રવર્તમાન માળખાકીય સુવિધાઓનો ઉપયોગ કરશે.KG D6માં ૬૬.૬૭ ટકાના હિસ્સા સાથે આર.આઇ.એલ. મુખ્ય ઓપરેટર છે અને બી.પી. ૩૩.૩૩ ટકાનો હિસ્સો ધરાવે છે.

આર.આઇ.એલ.ની સહયોગી કંપની રિલાયન્સ રીટેલ વેન્ચર્સ લિમિટેડ (આર.આર.વી.એલ.) અર્બન લેડર હોમ ડેકોર સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ (અર્બનલેડર)માં રૂ. ૧૮૨ કરોડમાં ઇકિવટી હિસ્સો ખરીદ્યો. આ રોકાણ અર્બન લેડરમાં ૯૬ ટકા ઇકિવટી શેર કેપીટલનું પ્રતિનિધિત્વ ધરાવે છે. આર.આર.વી.એલ. બાકીનો હિસ્સો ખરીદીને અર્બન લેડરની ઇકિવટી શેર કેપીટલનો ૧૦૦ ટકા હિસ્સો મેળવવાનો વિકલ્પ ધરાવે છે.

કંપનીએ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરીકામાં લિમિટેડ પાર્ટનરશીપ બ્રેકથ્રૂ એનર્જી વેન્ચર્સ ૨, એલ.લી.માં ૫૦ મિલિયન અમેરિકન ડોલરના મૂડી પ્રદાન સાથે કરાર કર્યા છે. આ ભંડોળનો ઉપયોગ ગ્રીનર સ્ટીલ અને સિમેન્ટ, લોંગ-હાઉલ ટ્રાન્સપોર્ટ, ડિરેકટ એર કેપ્ચર અને હાઇડ્રોજનમાં જળવાયુ પરિવર્તનના મુશ્કેલ પડકારો ઝીલવા માટે કરવામાં આવશે. આ ૫૦ મિલિયન અમેરિકન ડોલરનું મૂડી પ્રદાન અને દર્શાવવામાં આવેલું રોકાણ ૮થી૧૦ વર્ષના ગાળામાં તબક્કાવાર કરવામાં આવશે.

કંપનીએ આઇ.એમ.જી. સિંગાપોર પ્રા.લિ. ની માલિકીની આઇ.એમ.જી. રિલાયન્સ લિમિટેડ (આઇ.એમ.જી.-આર)માં રૂ. ૫૨ કરોડના રોકાણ સાથે શેરની ખરીદી કરી છે. આ ખરીદી પછી આઇ.એમ.જી.-આર હવે કંપનીની સંપૂર્ણ માલિકીની સહયોગી કંપની બની છે અને તેનું રી-બ્રાન્ડિંગ કરવામાં આવશે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટીડની સંપૂર્ણ માલિકીની સહયોગી કંપની રિલાયન્સ પ્રોજેકટ્સ એન્ડ પ્રોપર્ટી મેનેજમેન્ટ સર્વિસીસ લિમિટેડ (આર.પી.પી.એમ.એસ.એલ.) દ્વારા મેસર્સ રિલાયન્સ ઇન્ફ્રાટેલ લિમિટેડ માટે ઇન્સોલ્વન્સી એન્ડ બેન્ક્રપ્સી કોડ ૨૦૧૬ના કોર્પોરેટ ઇનસોલ્વન્સી રેસોલ્યુશન પ્રોસેસ હેઠળ રજૂ કરવામાં આવેલા રેસોલ્યુશન પ્લાનને નામદાર નેશનલ કંપની લો ટ્રીબ્યુનલ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

રોગચાળાની અસર દરમિયાનના સમયગાળામાં કંપનીએ રોજગારી સર્જન દ્વારા અર્થતંત્રને મદદ કરી છે અને એપ્રિલ-ડિસેમ્બર ૨૦૨૦ના સમયગાળામાં કન્ઝયુમર બિઝનેસ અને લાસ્ટ માઇલ ડિલવરીમાં ૫૦,૦૦૦ કરતાં વધારે નવી નોકરીઓનું સર્જન કર્યું છે.

ત્રિમાસિક ગાળાની આવક ૧૦.૯ ટકા વધીને રૂ. ૭૧,૪૫૪ કરોડ ($ ૯.૮ બિલિયન ડોલર) હતી.

અપવાદરૂપ ચીજો પહેલા ત્રિમાસિક ગાળામાં ઇબીઆઇટીડીએ(EBITDA) ૪.૨ ટકા વધીને રૂ. ૧૨,૩૦૬ કરોડ ($ ૧.૭ બિલિયન ડોલર) હતું.

ત્રિમાસિક ગાળામાં અપવાદરૂપ વસ્તુઓ સહિતનો ચોખ્ખો નફો ૩૩.૬ ટકા વધીને રૂ. ૮,૭૪૪ કરોડ ($ ૧.૨ બિલિયન ડોલર) હતો.

અપવાદરૂપ ચીજો પહેલા ત્રિમાસિક ગાળામાં રોકડ નફો ૩૦.૨ ટકા વધીને રૂ. ૯,૩૭૬ કરોડ ($ ૧.૩ બિલિયન ડોલર) હતો.

ત્રિમાસિક ગાળાની નિકાસ ૮.૫% ઘટીને રૂ. ૩૧,૫૫૯ કરોડ ($૪.૩ બિલિયન ડોલર) હતી.

ત્રિમાસિકગાળા દરમિયાન એકસેસ રેવન્યુ સહિતની આવક ૫.૩ ટકા વધીને રૂ. ૨૨,૮૫૮ કરોડ ($ ૩.૧ બિલિયન ડોલર) હતી. ત્રિમાસિક ગાળાનો EBITDA વાર્ષિક ૬.૪ ટકાની વૃધ્ધિ સાથે રૂ. ૮,૪૮૩ કરોડ ($ ૧.૨ બિલિયન ડોલર) હતો.  ત્રિમાસિક ગાળાનો ચોખ્ખો નફો ૧૫.૫ ટકાની વૃધ્ધિ સાથે રૂ. ૩,૪૮૯ કરોડ ($ ૪૭૭ મિલિયન ડોલર) હતો.  કુલ ગ્રાહકોની સંખ્યા ડિસેમ્બર ૩૧, ૨૦૨૦ની સ્થિતિએ ૪૧૦.૮ મિલિયન, ૫.૨ મિલિયન ગ્રાહકોનો ચોખ્ખો ઉમેરો. ત્રિમાસિક ગાળામાં ગ્રાહક દીઠ એ.આર.પી.યુ. રૂ. ૧૫૧.૦, જયારે છેલ્લા ત્રિમાસિક ગાળામાં ગ્રાહક દીઠ રૂ. ૧૪૫.૦ હતું. ત્રિમાસિક ગાળામાં કુલ ડેટા ટ્રાફિક ૧,૫૮૬ કરોડ જી.બી. (૪.૦ ટકાની વૃદ્ઘિ)

પરિણામો પર ટીપ્પણી કરતાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેકટર શ્રી મૂકેશ ડી. અંબાણીએ જણાવ્યું હતું કે, 'ભારતીય અર્થતંત્ર રીકવરી માટે સજ્જ છે ત્યારે રિલાયન્સમાં અમે કંપનીના નાણાકીય વર્ષ ૨૦૨૧ના ત્રીજા ત્રિમાસિકગાળાના પ્રભાવશાળી પ્રદર્શન સાથે તેમાં અમારું પ્રદાન આપી રહ્યા છીએ. ઓઇલ-ટુ-કેમિકલ (ઓ૨સી) અને રીટેલ વ્યવસાયોમાં મજબૂત પુનઃવૃધ્ધિ અને ડિજીટલ સર્વિસીસ વ્યવસાયમાં મક્કમ વૃધ્ધિ સાથે અમે આ ત્રિમાસિકગાળામાં મજબૂત કામકાજી પરીણામો આપ્યાં છે. મને ખૂબ જ ગર્વ છે કે માર્ચ ૨૦૨૦થી અત્યાર સુધીમાં રિલાયન્સે ૫૦,૦૦૦ કરતાં વધારે લોકોને રોજગારી આપી છે.'

મને સવિશેષ ખુશી છે કે વિશ્વ હવે જળવાયુ પરિવર્તન માટે વૈશ્વિક સ્તરે સુદૃઢ પગલાં લેવા તરફ આગળ વધી રહ્યું છે. તેણે રિલાયન્સને કલીન એન્ડ ગ્રીન ડેવલપમેન્ટના વિઝન સાથેના ન્યૂ એનર્જી અને ન્યૂ મટીરીયલ વ્યવસાયોની મહેચ્છાઓને આગળ ધપાવવાની યોગ્ય તક પૂરી પાડી છે. આ વિઝન અનુસાર, અમારા ઓઇલ-ટુ-કેમિકલ (ઓ૨સી) વ્યવસાયે તેના રીપોર્ટીંગ સેગમેન્ટને ઔપચારીક રીતે પુનઃગઠીત કર્યું, જે આ વ્યવસાય માટેની અમારી નવી સ્ટ્રેટેજી અને મેનેજમેન્ટ મેટ્રીકસને પ્રતિબિંબત કરે છે. આ પુનઃગઠીત માળખું સર્વાંગી અને ચપળ નિર્ણયશકિતને સુવિધાપૂર્ણ બનાવશે અને વૈશ્વિક સ્તરે આ વ્યવસાયમાં રહેલા સર્વોત્ત્।મ અને સૌથી મોટી કંપનીઓ સાથે વ્યૂહાત્મક ભાગીદારીથી સાથે વૃધ્ધિની નવી તકો ઝડપવા સક્ષમ બનાવશે. ઓ૨સી પ્લેટફોર્મ સતત ડાઉનસ્ટ્રીમ તરફ આગળ વધશે અને ગ્રાહકોની વધારે નજીક આવશે. તે ભારતીય અર્થવ્યવસ્થાના તમામ ક્ષેત્રોની વધતી જતી જરૂરીયાત ને પૂરી કરવા ગ્રહને સાનુકૂળ અને પોષણક્ષમ ઊર્જા અને મટીરીયલ સોલ્યુશન્સનું સર્જન કરશે.

(11:46 am IST)