સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 23rd January 2021

ચાંપરડા જય અંબે હોસ્પિટલ ખાતે મેડિકલ કેમ્પ યોજાયો

ચાંપરડા ખાતે આવેલ પરમ પૂજ્ય મુકતાનંદ બાપુ દ્વારા ચાલતી જય અંબે હોસ્પિટલ ખાતે જૂનાગઢ સત્યમ સેવા યુવક મંડળ ના પ્રમુખ શ્રી મનસુખભાઇ વાજાએ લોકડાઉનમાં સતત  પાંચ માસ  માટે સેવાયજ્ઞ કરેલ તેમજ તેમના ટ્રસ્ટીઓ અને કાર્યકરો દ્વારા કરવામાં આવેલ. તે બદલ પરમ પૂજ્ય મુકતાનંદ બાપુ દ્વારા મનસુખભાઇ વાજા ની સેવાકીય પ્રવૃત્તિ ને લીધે તેમના આરોગ્ય માટે ની ચિંતા સાથે જય અંબે હોસ્પિટલમાં ફૂલ બોડી ચેકઅપ કરાવી આપેલ સાથે જૂનાગઢમાં ચાલતી અંધ કન્યા છાત્રાલયની દીકરીઓ પણ મેડિકલ ચેકઅપ કરવામાં આવેલુ હતું જેમાં નાની મોટી તકલીફો માટે વિનામૂલ્યે દવા ઓ પણ આપવામાં આવેલી હતી. આ તકે સત્યમ સેવા યુવક મંડળ ના પ્રમુખ મનસુખભાઈ વાજા એ પરમ પૂજ્ય મુકતાનંદ બાપુ નો આભાર વ્યકત કરીયો હતો આ તકે જય અંબે હોસ્પિટલ ના સંજયભાઈ વઘાસીયા, ધર્મેન્દ્રભાઈ બારડ તેમજ તમામ ડોકટર તથા સ્ટાફ નો પણ આભાર  વ્યકત કરેલ. આ તકે સંસ્થાના શાંતાબેન બેસ, અલ્પેશભાઈ પરમાર પ્રવીણભાઈ જોષી દક્ષાબેન પરમાર વિગેરે ઉપસ્થિત રહેલ હતા.

(12:56 pm IST)