સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 23rd January 2021

વાંકાનેરઃ જુનાગઢમાં શ્રી ઉદાસીન અખાડામાં શ્રી પંચ પરમેશ્વર ઉદાસીન પંચાયત નિર્વાણ બડા અખાડાનું આગમન

(હિતેશ રાચ્છ-વિનુ જોષી દ્વારા) વાંકાનેર-જુનાગઢ તા. ર૩ : જુનાગઢના શ્રી ઉદાસીન પંચાયતી નિર્વાણ અખાડા પૂ. ભોલેબાબાજીના સમાધી મંદિરે છેલ્લા ૪ દિવસથી અલ્હાબાદ તીર્થરાજ પ્રયાગરાજથી શ્રી પંચ પરમેશ્વર ઉદાસીન પંચાયતી નિર્વાણ બડા અખાડાની જમાતનું આગમન થતા ધાર્મિક માહોલ છવાયો છે.

જે અખાડાની સાથે અલ્હાબાદથી શ્રી શ્રી મહંત પૂજય શ્રી અદ્વૈતાનંદજી મહારાજશ્રી તેમજ સાઇઠ જેટલા સંતો સાથે આવેલ છે. સવારના તેમજ સાંજના સંધ્યા આરતી સમયે એક દિવ્ય ભકિતમય વાતાવરણ સર્જાય છે. ઉદાસીન આચાર્ય દેવ/ ૧૧૦૮ જગતગુફા શ્રી ચંદ્ર ભગવાનની આરતી 'જય જગદીશ હરે આરતી', હરે રામ હેર રામ હરે કૃષ્ણ હરે કૃષ્ણ પાર્થના સ્તુતિ ભાવપૂર્વક થઇ રહેલ છે ગઇકાલે શુક્રવારની આરતીમાં પૂ. મહંત શ્રી શ્રી અદ્વૈતાનંદજી મહારાજશ્રી પોતે આરતિ-પ્રાર્થનામાં 'હારમોર્નીયમાં' વગાડેલ આચાર્યદેવ ૧૧૦૮ જગતગુરૂ શ્રી ચંદ્ર ભગવાનશ્રીએ ૬ર વર્ષ સુધી ભજન-તપસ્યા કરીને 'અલખનો ધૂણો' જાગૃત કરેલ હતો ત્યા ખુબજ તપસ્યા કરેલ હતી પઠાનકોટ, બારક સાહેબ, ગુરૂદ્વારામાં બનગાવ પાસે છે આજે પણ ભારતભરમાં શ્રી ઉદાસીન આશ્રમોમાં જગતગુરૂ શ્રી ચંદ્ર ભગવાનના મંદિરો આવેલ છે 'શ્રી પંચ પરમેશ્વર પંચાયતી' અખાડા બડા ઉદાસીન નિર્વાણ ભમ્રણશીલ જેમાં ચાર શ્રી શ્રી મહંત શ્રી છે (૧) શ્રીશ્રી મહંત પૂ. પાદ શ્રી મહેશ્વરાનંદજી મહારાજશ્રી (ર) શ્રી શ્રી મહંત શ્રી પૂ.પાદ શ્રી દુર્ગાદાસજી મહારાજશ્રી (૩) શ્રી શ્રી મહંત શ્રી પૂ.પાદશ્રી રઘુમુનીજી મહારાજશ્રી (૪) શ્રી શ્રી મહંત શ્રી પૂ.પાદશ્રી અદ્વૈતાનંદજી મહારાજ શ્રી ચારેય પંગતોના શ્રી શ્રી મહંતો સ્થાપિત છે હાલ પરિભમ્રણમાં જુનાગઢમાં પૂ. શ્રી શ્રી મહંત અદૈતાનંદજી મહારાજ શ્રી સાથે છે.

અખાડામાં દરરોજ સવાર સાંજ બધા મહાત્માઓ સામુહિકમાં આરતી-સ્તૃતિ - પ્રાર્થના સકિર્તન કરે છે. આવતીકાલે તા. ર૪/૧/ર૧ ના રવિવારના રોજ શ્રી ઉદાસીન પંચાયતી નિર્વાણ અખાડા ખાતે મુખ્ય શ્રી 'ગોલા સાહેબ'નું વિશેષ પુજન-અચેદાસ અખાડાના મહંત શ્રી પૂ. સંતશ્રી ગંગાદાસજી મહારાજ શ્રી દ્વારા આયોજન કરવામાં આવેલ છે.રપ મીએ સોમવારના જુનાગઢથી વિદાય લેશે ત્યાંથી ગીરમાં એક જગ્યાએ પ્રતિષ્ઠા મહોત્સવમાં ં જશે.

(12:58 pm IST)