સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 23rd January 2021

માણાવદરનાં વેળવા ગામની સગીર યુવતિની આત્મહત્યા

વાડી ખાતેના મકાનમાં ગળાફાંસો ખાઇ લીધો

(વિનુ જોશી) જુનાગઢ તા.ર૩ : માણાવદરના વેળવા ગામે સગીર યુવતીએ ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ હતી.

માણાવદરના તાલુકાના વેળવા ગામે વાડી ખાતે રહેતા રાજેશભાઇ બાલસની પુત્રી નેહા (ઉ.વ.૧૭)એ ગઇકાલે સાંજે ચુંદડી વડે ગળાફાંસો ખાઇને મોતને મીઠુ કરી લીધુ હતુ.

આ અંગેની જાણ થતા પોલીસે દોડી જઇને સગીરાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી ધોરણસરની કાર્યવાહી કરી હતી. વિશેષ તપાસ હેડ કોન્સ્ટેબલ વી.જે.સીસોદીયા ચલાવી રહયા છે.

મૃતક નેહાનાં આપઘાત પાછળનું કારણ બહાર આવ્યુ હતુ.

મહિલાનું મોત

જુનાગઢનાં એકતાનગરના રહેતા હીનાબેન રીતેશભાઇ સીંગલ કઉ.વ.૩૧)નું કોઇ કારણસર ઝેરી દવા પીવાથી મૃત્યુ થતાં સી ડીવીઝનના જમાદાર એમ.બી.મકવાણાએ તપાસ હાથ ધરી છે.

(12:59 pm IST)