સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 23rd January 2021

મેંદરડાના ઝીંઝુડા ગામે જુગાર રમતા સાત ઝડપાયા

જુનાગઢ : ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક પી.જી.જાડેજાના માર્ગદર્શન હેઠળ મેંદરડા પો. સ્ટે.ના પો. સબ. ઇન્સ. કે.એમ. મોરી હે. કો. કમલેશભાઇ રાજાભાઇ ડાંગર તથા પો. કોન્સ. વિક્રમસિંહ દેવાભાઇ ડાંગર તથા પો. કોન્સ. મુકેશભાઇ હાજાભાઇ પરમાર તથા પો. કોન્સ. કરણસિંહ આલીગભાઇ ભલગરીયા પેટ્રોલીંગમાં હતા. દરમિયાન મેંદરડા પાદર ચોકમાં હકીકત મળેલ કે ઝીંઝુડા ગામની રાતડીયા પટ નામની સીમમાં બદરૂદીનભાઇ સદરૂભાઇ સમનાણીની વાડી ખેતરે અમુક ઇસમો જાહેરમાં ગંજીપતાના હાર જીત કરી રમે છે. જેથી તુરત જ રેઇડ કરતા (૧) બદરૂદીનભાઇ મોમીન ઉ.વ.૪૪ ધંધો ખેતી રહે. ઝીંઝુડા તા. મેંદરડા (ર) નુરદીનભાઇ સાવદીનભાઇ કોટડીયા મોમીન ઉ.વ.પર ધંધો ખેતી રહે. મોમીન તા.મેંદરડા (૩) નાદીરભાઇ અબ્દુલભાઇ કોટડીયા મોમીન ઉ.વ.પર ધંધો ખેતી રહે. ઝીંઝુડા (૪) દેવજીભાઇ સોમાભાઇ પરમાર અ.જો. ઉ.વ.૬પ ધંધો - મજુરી રહે. ઝીંઝુડા (પ) અમીરખા હશનખા પઠાણ ઉ.વ.પ૭ ધંધો નોકરી રહે. મેંદરડા સામાકાંઠા આલીધ્રા રોડ (૬) ઝુલ્ફીકારભાઇ હશનભાઇ ડોલાણી  મોમીન ઉ.વ.૪૪ ધંધો મંજુરી રહે. ઝીંઝુડા (૭) કેશુભાઇ ભુટાભાઇ પરમાર અ.જા. ઉ.વ.૪૦ ધંધો મજુરી રે. ઝીંઝુડા રૂ.૧૦,૬ર૦ તથા મો.ફોન નંગ ૭ કિ. ૧૧૦૦૦ તથા મો.સા.નંગ કિ.રૂ.૮પ૦૦૦ ગંજીપતાના પાના નંગ પર તથા પાથરણુ સાથે મળી કુલ મુદામાલ રૂ.૧,૦૬,૬ર૦ સાથે ઝડપી લીધા છે.

(1:01 pm IST)