સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 23rd January 2021

માધવપુર ઘેડ પાસે ટોલ નાકાના કર્મચારી દ્વારા પીવીસીના પાઇપ વડે કાર ચાલક ઉપર હૂમલો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ર૩ :.. માધવપુર (ઘેડ) પાસે ગોરસર ટોલ નાકાના ફાસ્ટ ટેગ લાઇન ઉપરથી પસાર થતી વખતે ટોલ ટેક્ષ કર્મચારી જયરાજ રામભાઇ મકવાણાએ માથાકુટ કરીને પીવીસીના પાઇપ વડે હૂમલો કરતા કાર ચાલક લોએજના કરશનભાઇ અરજણભાઇ નંદાણીયાને ઇજા થઇ હતી.

માધવપુર ઘેડ પાસે ગોરસર ટોલ નાકાના ફાસ્ટ ટેગ લાઇન ઉપરથી ઝડપથી પસાર થવા બાબતે લોએજના કરશનભાઇ અરજણભાઇ નંદાણીયા સાથે માથાકુટ કરીને ટોલ નાકાના કર્મચારી જયરાજ રામભાઇ મકવાણા તથા ૩ અજાણ્યા હિન્દી ભાષી શખ્સોએ પાઇપ વડે હુમલો કર્યાની પોલીસ ફરીયાદ નોંધાઇ છે.

 ટોલ ટેક્ષ નાકામાંથી લોએજના કરશનભાઇ નંદાણીયા કાર લઇને નીકળતા ટોલ ટેક્ષના  ફાસ્ટ ટેગ લાઇન ઉપરથી પસાર થતાં ફાસ્ટ ટેગ ઉપરથી ઝડપથી પસાર થવા બાબતે ટોલ ટેક્ષના કર્મચારી જયરાજ રામભાઇ મકવાણાએ માથાકુટ કરી હતી દરમિયાન ૩ હિન્દીભાષી શખ્સો દોડી આવેલ અને ચારેય મળીને પીવીસીની પાઇપ વડે હૂમલો કરતા કાર ચાલક કરશનભાઇ નંદાણીયા ઉપર હુમલો કરીને ઇજા કરેલ હતી. હુમલામાં સાહેદ ગીરીશભાઇ અને ભરતભાઇને મૂંઢ ઇજા થઇ હતી.

(1:02 pm IST)