સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 23rd January 2021

કચ્છના સફેદરણમાં દેશના મહાબંદરોના વિકાસ અંગે ચર્ચા, વિઝન ૨૦૩૦ સાથે ભારત વિશ્વના સમુદ્રી વ્યાપારનું કેન્દ્ર બનશે : ત્રિ દિવસીય ચિંતન શિબિરમાં સમુદ્રી વ્યાપાર ક્ષેત્રે આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય માલ સામાનની હેરફેર વધારવાની દિશામાં નિર્ણાયક ચર્ચા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ : (ભુજ) કેન્દ્રીય શિપિંગ મંત્રી મનસુખભાઈ માંડવીયાની ઉપસ્થિતિમાં યોજેલ દેશના ૧૨ મહાબંદરોના ઉચ્ચ અધિકારીઓએ વિઝન ૨૦૩૦ અંગે ચર્ચા વિચારણા કરી હતી. જે અંતર્ગત આવનારા સમયમાં દેશના બંદરોના વિકાસ સાથે ભારત સમુદ્રી વિશ્વ વ્યાપારના ક્ષેત્રનું કેન્દ્ર બનશે એવો વિશ્વાસ વ્યકત કરાયો હતો.

(5:26 pm IST)