સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 23rd January 2022

આવતીકાલથી દ્વારકા જગત મંદિર ના દ્વાર દર્શનાર્થીઓ માટે ખુલશે

માસ્ક પહેરવાનું ફરજીયાત રહેશે, છ ફૂટનું અંતર રાખવાનું અને થુકવાની મનાઈ રહેશે

(દીપેશ સામાણી દ્વારા )દ્વારકા : આવતીકાલે સોમવારથી જગદગુરુ દ્વારકાધીશ મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું મૂકવામાં આવશે તેવી જાહેરાત કલેકટર અને દ્વારકાધીશ વ્યવસ્થાપક સમિતિએ કરી છે.મંદિર નિયમ કરેલા સમય દરમિયાન દર્શન માટે ખુલ્લું રહેશે દર્શનાર્થીઓ સરકારની ગાઈડલાઇનનું પાલન કરવાનું રહેશે  માસ્ક  પહેરવાનું ફરજીયાત રહેશે, છ ફૂટનું અંતર રાખવાનું અને થુકવાની મનાઈ રહેશે. (દીપેશ સામાણી, દ્વારકા)

(5:27 pm IST)