સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 23rd January 2022

ધોરાજીમાં પ્રથમ દિવસે રાત્રિ કરફ્યુનો કડક પોલીસ બંદોબસ્ત રહ્યો ધોરાજીમાં કોરોનાના 58 નવા કેસ નોંધાયા

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:ધોરાજીમાં પ્રથમ દિવસે રાત્રિ કરફ્યુ નો કડક પોલીસ બંદોબસ્ત રહ્યો હતો કોરોનાના વધતા જતા કેશને નિયંત્રણમાં લેવા ધોરાજીમાં રાત્રિ કર્ફ્યું

 મામલતદાર  કિશોર જોલાપરા તેમજ ધોરાજી પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલ એ કડક અમલવારી કરાવી હતી
ધોરાજીમાં રાત્રિ કર્ફ્યું દરમ્યાન જાહેર નામા નો ભંગ કરતા ઈસમો પર ધોરાજી પોલીસ રમેશભાઈ બોદર સહિત પોલીસ સ્ટાફની જાહેર નામા ભંગ હેઠળ કાર્યવાહી કરી હતી ધોરાજી પોલીસ એ રાત્રિ કર્ફ્યું માં રાત્રે રસ્તે રખડતા લોકો પર કરી કડક કાર્યવાહી કરી લોકોને પ્રથમ દિવસે સમજાવીને જાહેર માર્ગો પર નીકળતા લોકોને કડક શબ્દોમાં વિખેર્યા હતા
ધોરાજીના તમામ રસ્તાઓ પર પોલીસ જવાનો રાઉન્ડ ધ ક્લોક પોલીસ બંદોબસ્ત જાળવ્યો હતો
ધોરાજીમાં  કોરોના ના 58 નવા  કેશ નોંધાયા  હતા

 

(8:15 pm IST)