સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 23rd January 2023

નલીયા ૮, ગિરનાર ૯, અમરેલી ૯.પ ડીગ્રી ઠંડી

રાજકોટ સહીત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ઠંડીની અસર બરકરાર : ઠંડકમાં ઠુંઠવાતા લોકો

રાજકોટ, તા., ર૩ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ઠંડીની અસર બરકરાર છે. લોકો ઠંડીના કારણે મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળે છે.

ઠંડીથી બચવા માટે ગરમ વષાો અને તાપણાનો  સહારો લોકો લઇ રહ્યા છે. મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે ઠંડીની વધુ અસર થાય છે.

આજે સૌથી વધુ ઠંડી કચ્‍છના નલીયામાં ૮ ડીગ્રી, ગિરનાર પર્વત ઉપર ૯ ડીગ્રી, અમરેલીમાં ૯.પ ડીગ્રી, રાજકોટમાં ૯.૭ ડીગ્રી ઠંડી નોંધાઇ છે.

જુનાગઢ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ : આજે ગીરનાર પર ૯ ડીગ્રી કડકડતી ઠંડી રહી હતી.

આજે નવા સપ્તાહનાં પ્રથમ દિવસે જુનાગઢનું લઘુમત તાપમાન રહ્યું હતું. જયારે ગિરનાર ખાતે પારો ૯ ડીગ્રીએ સ્‍થિર થયો હતો.

આજની ઠંડીની સાથે કાતિલ ઠારનું જોરદાર આક્રમણ થતા સમગ્ર વાતાવરણ બર્ફીલુ થઇ ગયું હતું.

સવારનાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ પ૬ ટકા અને પવનની પ્રતિ કલાકની ઝડપ ૬.પ કિ.મી.ની રહી હતી.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર :  બાજરા સંશોધન કેન્‍દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧૪, મહત્તમ તાપમાન ર૩, ભેજનું પ્રમાણ પ૮ ટકા પવનની ગતિ ૭.પ કિ. મી. રહી હતી. (૪.૧૨)

કયાં કેટલી ઠંડી

    શહેર      લઘુતમ તાપમાન

ગિરનાર પર્વત        ૯.૦    ડીગ્રી

અમરેલી              ૯.૫     ડીગ્રી

બરોડા        ૧૩.૪   ડીગ્રી

ભાવનગર             ૧૨.૦   ડીગ્રી

ભુજ           ૧૦.૦   ડીગ્રી

દમણ         ૧૫.૬   ડીગ્રી

ડીસા          ૧૧.૦   ડીગ્રી

દીવ           ૧૧.૦   ડીગ્રી

દ્વારકા         ૧૫.૪   ડીગ્રી

ગાંધીનગર    ૭.૮     ડીગ્રી

જુનાગઢ               ૧૪.૦   ડીગ્રી

કંડલા         ૧૨.૦   ડીગ્રી

નલીયા                ૮.૦     ડીગ્રી

ઓખા         ૧૭.૪   ડીગ્રી

પોરબંદર              ૧૧.૦   ડીગ્રી

રાજકોટ               ૯.૭     ડીગ્રી

સુરત          ૧૪.૨   ડીગ્રી

વેરાવળ               ૧૨.૭   ડીગ્રી

જામનગર           ૧૪.૦   ડીગ્રી

(11:56 am IST)