News of Monday, 23rd January 2023
વિસાવદરના પ્રેમપરા ગામે ગ્રામસભા યોજાઇઃ સરકારી યોજનાથી કોઈ વંચિત ન રહે તે માટે સરપંચ સોજીત્રા સક્રિય
(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૨૩ : વિસાવદર તાલુકાના પ્રેમપરા ગામે સરપંચ રામભાઈ સોજીત્રા તથા જિલ્લા-તાલુકાના વિવિધ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ-ગ્રામજનોની ઉપસ્થિતિમા ગ્રામસભા યોજાઇ હતી.જેમા આરોગ્ય-શિક્ષણ સહિત વિવિધ પ્ર‘ો અંગે ચર્ચા કરવામા આવી હતી.સરપંચ રામભાઈ સોજીત્રાએ પ્રેમપરા ગામની કોઈ વ્યકિત સરકારી યોજનાના લાભથી વંચિત ન રહે અને છેવાડાના માનવી સુધી વિવિધ યોજનાઓનો લાભ પહોંચે તે દિશામા સતત સક્રિય છે.
(1:33 pm IST)