સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 23rd January 2023

ગીરસોમનાથમાં દારૂના જથ્‍થા સાથે ૨ ઝડપાયા

ગીર સોમનાથ તા. ૨૩ : જુનાગઢ રેન્‍જ આઇ.જી.પી. મયંકસિંહ ચાવડા  તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ વડા મનોહરસિંહ એન. જાડેજા નાઓએ જીલ્લામાં દારૂબંધીના કાયદાની કડક અમલવારી સારૂ જીલ્લાના તમામ અધિકારીઓને સુચના આપવામાં આવેલ જે અનુસંધાને એલ.સી.બી.ના પો.ઇન્‍સ. એ.એસ.ચાવડા તથા પો.સબ ઇન્‍સ. વી.કે.ઝાલા સ્‍ટાફના માણસો પેટ્રોલીંગમાં હોય તે દરમ્‍યાન એ.એસ.આઇ. લાલજીભાઇ બાંભણિયા તથા પો.હેડ કોન્‍સ. પ્રવિણભાઇ મોરી તથા નટુભા બસીયાને મળેલ બાતમીના આધારે હીરણ નદીના પુલ પાસે માર્કેટીંગ યાર્ડ પાસે ફોરવ્‍હીલ કારમાંથી આરોપીઓ વિવેક દેવજીભાઇ જુંગી, ધંધો માછીમારી, રહે. જુરી બાગ શેરી નં.૦૫, પોરબંદર તથા યાજ્ઞિક ભીમાભાઇ બાંભણિયા, રહે.કોબ, તા.ઉના જી. ગીર સોમનાથને ઇગ્‍લીશ દારૂની જુદી જુદી બ્રાન્‍ડની નાની મોટી બોટલ નંગ-૮૩ કી.રૂ.૩૩,૬૪૦/-, ફોરવ્‍હીલ કાર કી.રૂ. ૧,૫૦,૦૦૦/- મોબાઇલ નંગ- ૧ કી.રૂ. ૫,૦૦૦/-ના કુલ મુદામાલ કિ.રૂ.૧,૮૮,૬૪૦/- સાથે પકડેલ હતા.

આ કામગીરી કરનાર એલ.સી.બી. પો.ઇન્‍સ. એ.એસ.ચાવડા, પો.સબ ઇન્‍સ. વી.કે.ઝાલા, તથા એ.એસ.આઇ. મેસુરભાઇ વરૂ, લાલજીભાઇ બાંભણિયા, અજીતસિંહ પરમાર, પો. હેડ કોન્‍સ. નટુભા બસીયા, નરેન્‍દ્રભાઇ પટાટ, પ્રવિણભાઇ મોરી, ડ્રા.હેડ કોન્‍સ. વિરાભાઇ ચાંડેરા તથા ડ્રા.પો.કો. રાજુ પરમારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(1:35 pm IST)