સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 23rd January 2023

ભાયાવદરમાં હોટલમાંથી ઘર વપરાશના સાત સિલિન્ડર મળી આવતા કબજે કરતા મામલતદાર

ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામે ઉપલેટા રોડ આવેલા કિસાન રેસ્ટોરન્ટમાં ઉપલેટા મામલતદાર એમ.ટી ધનવાણી તથા નાયબ મામલતદાર જાદવભાઈ તથા જોશી ભાઈ એ સરપ્રાઈઝ ચેકિંગ કરતા રેસ્ટોરન્ટ માંથી ઘર વપરાશના પાંચ ભરેલ સિલિન્ડર તથા બે ખાલી સિલિન્ડર મળી આવતા કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે તથા બાજુમાં આવેલ રોયલ ઇન્ડિયન ગેસ ની ઓફિસ તથા ગોડાઉનમાં પણ ચેકિંગ હાથ કરેલ હતું

   

(12:43 am IST)