સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 23rd February 2021

ભાણવડના આંબરડીમાં યુવકની હત્યા કરીને મૃતદેહ કુવામાં ફેંકી દીધો

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા, તા. ૨૩: ભાણવડના આંબરડી ગામે કુવામાંથી યુવકનો મૃતદેહ ચકચાર મચી જવા પામી છે.

બનાવના પગલે ભાણવડ પોલીસ ઘટના સ્થળે પહોંચી યુવકનો મૃતદેહ બહાર કાઢી ફોરેન્સિક પોસ્ટમોટર્મ માટે જામનગર ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે.

મૃતક યુવકનું નામ રાણા ભીખાભાઇ સાદિયા (દલિત) હોવાનું સામે આવ્યુ છે.

યુવકના શરીર ઉપરથી ઇજાના નિશાન મળી આવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

(11:57 am IST)