સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 23rd February 2021

અગીયાર માસથી બંધ રહેલી મહુવા-બાંદ્રા ટ્રેઇન બુધવારથી શરૂ થશે

મુંબઇથી દર બુધવારે અને શુક્રવારે જયારે મહુવાથી દર ગુરૂવારે અને શનિવારે ઉપડશે

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા, તા. ર૩ :  ભારતમાં ગયા વર્ષે કોરોનાં મહામારીની ફેબ્રુઆરી માસમાં શરૂઆત થયા બાદ રર માર્ચ-ર૦ર૦ થી સમગ્ર દેશમાં રેલ્વે -વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો. બાદમાં કોરોના મહામારી હળવી થતા સરકાર દ્વારા ધીરેધીરે સમગ્ર વ્યવસ્થા શરૂ કરાઇ રહી છે. તેમાં રેલ્વે વ્યવહાર હજી સુધી બંધ હતો તે આગામીના ર૪-ર થી આંશિક રીતે અમરેલી ભાવનગર જીલ્લાથી મુંબઇ સુધી શરૂ થઇ રહ્યો છે. રેલ્વે તંત્રના સુત્રોમાંથી મળતી માહિતી મુજબ તા. ર૪-રને બુધવારથી બાંદ્રથી મહુવા ટ્રેનઇ શરૂ થશે જે દર અઠવાડીયો બેટ્રીપ બુધવાર અને શુક્રવારની કરશે, તે જ રીતે મહુવાથી દર ગુરૂવાર અને શનિવારે બાંદ્ર તરફ જશે આ બન્ને ટ્રેઇનો સાવરકુંડલા ખાતે બુધવાર અને શુક્રવારે સવારે પ-૧પ કલાકે મહુવા તરફ જશે જયારે દર ગુરૂવાર અને શનિવારનાં રોજ રાત્રે સાવરકુંડલાથી મુંબઇ તરફ માટે રાત્રે ૮-૧૦ કલાકે જશે. બન્ને ટ્રેઇનમાં મુસાફરી માટે રીઝર્વેશન ફરજીયાત કરાવવાનું રહેશે. લાંબા સમય બાદ મહુવા-બાંદ્ર વચ્ચે ટ્રેઇન વ્યવહાર શરૂ થઇ રહ્યો હોય મહુવા -રાજુલા-સાવરકુંડલા અમરેલી પંથકના મુસાફરોને અમદાવાદ-વડોદરા- સુરત અને મુંબઇ જવા માટે સુવિધા મળતા મુસાફરો જનતામાં આનંદ ફેલાયો છે.

(10:08 am IST)