સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 23rd February 2021

ગોંડલ તાલુકાના સવા લાખ મતદારો જિલ્લા પંચાયતની ૫ અને તાલુકા પંચાયતની ૨૧ બેઠકો માટે મતદાન કરશે

સુલતાનપુર તાલુકા પંચયાતની બેઠક બીનહરીફ થતા ભાજપની બોડી : તાલુકાના ૯ બિલ્િંડગ અને ૧૭ બુથને સંવેદનશીલ જાહેર

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા)ગોંડલ, તા.૨૩: ગોંડલનું રાજકારણ ગાંધીનગર થી લઇ દિલ્હી સુધી પ્રખ્યાત છે ત્યારે હાલ આવી રહેલ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં જિલ્લા પંચાયતની ૫ અને તાલુકા પંચાયતની ૨૧ બેઠક માટે ઉમેદવારો તનતોડ મહેનત કરી રહ્યા છે.

ગોંડલ તાલુકામાં કુલ ૧૨૨૩૦૦ મતદારો છે જેમાં પુરુષ ૧૧૫૩૯૦, સ્ત્રી ૧૦૬૯૧૦ મતદારોનો સમાવેશ થાય છે તાલુકા પંચાયત સુલતાનપુરની બેઠક બિનહરીફ જાહેર થતા ભાજપ ને બોણી થઈ જવા પામી છે. સ્થાનિક સ્વરાજયની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે તંત્ર દ્વારા પણ કમર કસવામાં આવી હોય તાલુકાના ૧૦૦ બિલ્ડિંગના ૧૫૩ બુથ માંથી ૯ બિલ્ડીંગ ૧૭ બુથને સંવેદનશીલ જાહેર કરાયા છે જેમાં ખાસ કરીને પ્રાથમિક શાળા નાગડકા, મોવિયા ગ્રામ પંચાયત ઓફિસ, દીપક હાઇસ્કુલ મોવિયા, સરદાર સ્કૂલ મોવિયા, શિવરાજગઢ હાઈસ્કૂલ, શિવરાજગઢ ગ્રામ પંચાયત, શિવરાજગઢ પ્રાથમિક શાળા, હડમતાળા પ્રાથમિક શાળાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

તંત્ર દ્વારા નાગડકાના ૨૦૧૭ના પરિબળો, મોવિયાનું અનામત આંદોલન, શિવરાજગઢની સાથણીની જમીનનો પ્રશ્ન, તેમજ હડમતાળા ગામે વર્ષ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી વેળાએ થયેલા દ્યર્ષણ ની નોંધ લેવામાં આવી છે.

(10:10 am IST)