સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 23rd February 2021

વેરાવળના ભીડીયા સંયુકત કોળી સમાજ આયોજીત સર્વરોગ નિદાન કેમ્પ સંપન્ન : ૫૦૦ થી વધુ દર્દીઓએ લાભ લીધેલ

પ્રભાસપાટણ : વેરાવળના ભીડીયા મુકામે ભીડીયા સંયુકત કોળી સમાજ આયોજીત સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો. આ ફ્રી નિદાન કેમ્પમાં વિવિધ રોગોના ૫૦૦ થી વધુ દર્દીઓએ લાભ લીધેલ હતો. જય અંબે મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ ચાંપરડાના તમામ રોગના નિષ્ણાંત ડોકટરોની ટીમ પધારેલ હતી જેમાં ડો.ખ્યાતી વસાવડા, ડો.વિજય જલવાણીયા, ડો.ધીરજ સાખરે, ડો.જયમીન પટેલ, ડો.રાહુલ રાઠોડ, ડો.મિરલ જાદવ, ડો.દર્શન ગોસ્વામી, ડો.પ્રિયા ગોંડલીયા, ડો.પાયલ જલગરીયા, ડો.મનીષા સિંઘાણી અને ડો.રક્ષીત પીપલીયા સહિતના વિવિધ રોગોના નિષ્ણાંત ડોકટરોની ટીમ પધારેલ હતી અને આવેલ દર્દીઓનુ નિદાન અને સારવાર કરવામાં આવેલ. આ કેમ્પ પુર્ણ થયા બાદ તમામ ડોકટરો અને તેમની ટીમનું ભીડીયા સંયુકત કોળી જ્ઞાતિના પટેલ રમેશભાઇ બારૈયા અને સમાજના તમામ આગેવાનો દ્વારા સોમનાથ મહાદેવનો ફોટો આપી અને સન્માન કરેલ હતુ. આ કાર્યક્રમને સફળ બનાવવામાં પટેલ રમેશભાઇ બારૈયાના માર્ગદર્શન હેઠળ સમાજના આગેવાનો અને યુવાનોએ જહેમત ઉઠાવી હતી.(તસ્વીર : દેવાભાઇ રાઠોડ)

(11:57 am IST)