સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 23rd February 2021

ડારી ગામના રાઠોડની જીલ્લા અનુ.જાતિ કોંગ્રેસ વિભાગના ચેરમેન તરીકે વરણી

પ્રભાસપાટણ : વેરાવળ તાલુકાના ડારી ગામના રમેશભાઇ રામભાઇ રાઠોડને ગીર સોમનાથ જીલ્લા અનુસુચીત જાતિ કોંગ્રેસ વિભાગના ચેરમેન તરીકે નિમણુંક આપવામાં આવેલ છે. રમેશભાઇ રાઠોડ વર્ષોથી કોંગ્રેસ પાર્ટી સાથે સક્રિય છે અને પાર્ટીની સારી કામગીરી કરે છે તેઓ અગાઉ જીલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી તરીકે પણ સફળ કામગીરી કરેલ છે. તેમજ વેરાવળ તાલુકાપંચાયતના કો.ઓ. સભ્ય અને ડારી ગ્રામપંચાયતના સભ્ય તરીકે પણ કામગીરી કરી રહેલ છે. રમેશભાઇ રાઠોડને જીલ્લા પ્રમુખ મનસુખભાઇ ગોહિલ અને તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઇ બારડ નિમણુકપત્ર અર્પણ કરતા તસ્વીરમાં નજરે પડે છે.

(11:58 am IST)