ચોટીલા હાઇ -વે ઉપર આઇસર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં ૧નું મોત : ૨ને ઇજા
(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૨૩: ચોટીલા હાઇવે ઉપર દેવાંગી હોટલ નજીક વહેલી સવારે આઇસર ચાલકે સ્ટેરીગ ઉપર કાબુ ગુમાવતા સામે થી આવતા ટ્રક સાથે ધડાકા ભેર આઇસર અથડાયું હતું.ઘટના સ્થળે એકનું મોત નિપજીયું હતું.અને અન્ય બે લોકોને ઇજા પહોંચતા સારવાર માટે ચોટીલા આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યો છે.ત્યારે બીજી તરફ અકસ્માતની સંખ્યામાં વધારો થતાં જિલ્લાની જનતામાં શોક વ્યાપી જવા પામ્યો છે.
બીજી તરફ અકસ્માત બાદ હાઇવે ઉપર લાંબી લાઈનો લાગી જવા પામી હતી.ત્યારે પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ અને હાઇવે ખુલ્લો કર્યો હતો. હાઈવે રોડની કામગીરીનાં કારણે વહેલી સવારે સર્જાયો અકસ્માત સર્જાયો હોવા નું પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે.ત્યારે અન્ય
ઇજાગ્રસ્તોને ૧૦૮ દ્વારા ચોટીલા હોસ્પિટલે ખસેડાયા છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.