સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 23rd February 2021

કેશોદ ખીરસરા ગામે યુવતીએ કેન્સર પીડિતો માટે વાળ દાન કર્યા

(કમલેશ જોષી દ્વારા) કેશોદ, તા.૨૩: કોઈપણ યુવતી નાનપણથી તેના વાળની સુંદર રીતે માવજત કરતી આવે છે અને એમ પણ લાંબા મજબૂત વાળ કોને ન ગમે? પણ આજે કેશોદના ખીરસરા ગામની યુવતી સોંદરવા રવિનાએ તેના સવા ફૂટ જેટલા લાંબા વાળ કપાવીને સૌને આશ્યર્યમાં મૂકી દીધા.

 

જેમાં જૂનાગઢ જિલ્લામાં આ પહેલો કિસ્સો છે. આમ રવિનાભાઈ બહેન સહિત સાત પરિવાર સાથે રહે છે અને પરિવાર મજુરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે જેમાં ખીરસરા ગામની યુવતીએ કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલ ડીવાઇન હેર સલૂન ખાતે મુંડન કરાવીને વાળને NGOમાં ડોનેટ કર્યા હતા.

સોંદરવા રવિના પણ તેનો જ એક ભાગ બની હતી. આ અભિયાન માટે દરેક સમાજને એક સંદેશો પણ આપવા માંગે છે કે કોઈપણ દીકરીને તેના લુકથી જજ કરવાનું બંધ કરો. કેન્સર પીડિતો માટે સામાજિક મેન્ટાલીટી ચેન્જ કરો.બાલ્ડ લુક આમ પણ એક ટ્રેન્ડ બની ગયો છે.ગુજરાતમાં હજુ બહુ ઓછી યુવતીઓ આગળ આવીને આવી હિંમત દર્શાવે છે ત્યારે જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના નાના એવા ખીરસરા ઘેડ ગામની યુવતીએ સૌ કોઈ માટે પ્રેરણારૂપ છે.

(12:00 pm IST)