સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 23rd February 2021

વેરાવળ બાયપાસ પાસે મુંબઇથી સોમનાથ આવતા યાત્રીકોની મોટરકારને અકસ્માતઃ ચારને ઈજા

વેરાવળઃ બાયપાસ પાસે રોડ કામ ચાલતું હોય જેથી વાહનો એક સાઈડ ચાલતા હોય ત્યારે મુંબઈના અમરીશ નવનીતલાલ શાહ પરીવાર મીત્રો સાથે સોમનાથ દર્શનાર્થે આવી રહેલ તેની મોટરકારને સામેથી રોંગ સાઈડમાં પુરપાટ આવતી મોટરકારે હડફેટે લેતા ડ્રાઈવર દાદુભાઈ, અમરીશ શાહ, પ્રદીપ વર્મા સહીત મહીલાઓને ગંભીર ઈજાઓ થવાથી ખાનગી હોસ્પીટલમાં ખસેડેલ હતા જયાં તમામને ફેકચરો અને માથામાં ગંભીર ઈજાઓ થયેલ છે જેથી વધુ સારવાર માટે બહાર ખસેડેલ હતા. અકસ્માત નજરે જોનારાઓએ જણાવેલ હતું કે બન્ને કારો ભટકાતામોટો અવાજ થયેલ હતો અને બેસેલા યાત્રીકોને મોટી ગંભીરઈજાઓ થયેલ  આખું વાતાવરણ અરેરાટી ફેલાય તેવું હતંુ યાત્રીકો માં બહેનોને પણ ગંભીર ઈજાઓ થયેલ હતી જેથી રો- કકડ ચીચીયારીઓથી અને રોડ ઉપર લોહી લોહી થઈ ગયેલ હતું પોલીસે રોંગ સાઈડમાં આવી રહેલ મોટરકાર ચાલ સામે ગુનો નોધી તપાસ હાથ ધરેલ છે.(તસ્વીરઃ દિપક કક્કડ. વેરાવળ)

(1:09 pm IST)