સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 23rd February 2021

જૂનાગઢ કોર્પોરેશનની ૨ બેઠકોની પેટા ચૂંટણીની મતગણતરી માટે ચુસ્ત બંદોબસ્ત

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૨૩: મ્યુનિસિપલ કોર્પોરેશનની વોર્ડ નં. ૦૬ અને વોર્ડ નં. ૧૫ ની પેટા ચૂંટણીની મતગણતરી તથા વિજય સરદ્યસ માટે પણ જૂનાગઢ રેંજના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપસિંહ પવાર, જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા મત ગણતરી સ્થળે તેમજ વિજય સરદ્યસ માટે હથિયારધારી એસઆરપી સહિતનો સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે.

જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા મત ગણતરી અને વિજય સરઘસના બંદોબસ્ત માટે ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી એચ.એસ.રતનું, ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એચ.આઈ.ભાટી, એ ડિવિઝન પીઆઇ આર.જી.ચૌધરી, બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.બી. સોલંકી, પીઆઇ પી.એન.ગામીત, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીએસઆઇ જે.એમ.વાળા, ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ આર.કે.ગોહિલ, પીએસઆઇ ડી.જી.બડવા, સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી.જે.બોદર, કે.એસ.ડાંગર, એ.કે.પરમાર, વી.આર.ચાવડા, સહિતના અધિકારીઓ મળી, ડીવાયએસપી ૦૨, પો.ઇન્સ. ૦૩, પીએસઆઇ ૦૬, પોલીસ ૮૫ તેમજ એક કંપની એસઆરપી સહિતના વિશાળ કાફલાનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે.

જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનની પેટા ચૂંટણીના પરિણામ બાદ વિજય સરદ્યસમાં  લોકોને ચેક કરી, પીધેલા મળી આવતા લોકોને પકડવા પણ એક ખાસ વ્યવસ્થા રાખી, પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી, પોલીસ સ્ટાફ પાસે બ્રેથ એનેલાઇજર સાથે શંકાસ્પદ વ્યકિતની તપાસ કરી, કેફી પીણું પીધેલા પકડવા પણ કાર્યવાહી કરવા બંદોબસ્તમાં ગોઠવણ કરવામાં આવેલ છે.

(1:10 pm IST)