સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 23rd February 2021

જામનગરમાં ભાજપને ૫૦, કોંગ્રેસને ૧૧, બસપાને ૩: ભાવનગરમાં ભાજપને ૪૪, કોંગ્રેસને ૮ બેઠક

(મુકુંદ બદિયાણી-મેઘના વિપુલ હિરાણી દ્વારા) જામનગર-ભાવનગર, તા. ૨૩ :. જામનગર અને ભાવનગરની કોર્પોરેશનની ચૂંટણીના છેલ્લા પરિણામ જાહેર થઈ ગયા છે. જેમાં જામનગરમાં ૬૪ બેઠકોમાંથી ભાજપનો ૫૦ બેઠકો ઉપર, કોંગ્રેસનો ૧૧ બેઠકો ઉપર અને બસપાનો ૩ બેઠકો ઉપર વિજય થયો છે.

જ્યારે ભાવનગર કોર્પોરેશનની ૧૩ વોર્ડની ૫૨ બેઠકોમાંથી ભાજપને ૪૪ જ્યારે કોંગ્રેસને ૮ બેઠક મળી છે.

કોને કેટલી બેઠક મળી ?

મહાનગરપાલિકા     

    કુલ બેઠક 

ભાજપ

કોંગ્રેસ

અન્ય

જામનગર

    ૬૪

૫૦

૧૧

બસપા-૩

ભાવનગર

    ૫૨

૪૪

 ૮

-

(3:59 pm IST)