સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 23rd February 2021

ધોરાજી શહેર ભાજપ દ્વારા મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાતા આતશબાજી સાથે વિજય ઉત્સવ મનાવ્યો

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજી શહેર ભાજપ દ્વારા ગુજરાતની મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાતા ભવ્ય વિજય ઉત્સવ મનાવ્યો હતો

ધોરાજીના અવેડા ચોક ખાતે આવેલ ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે બક્ષીપંચ મોરચાના જીલ્લા મહામંત્રી કિશોરભાઈ રાઠોડ કાર્યાલય મંત્રી વિઠ્ઠલભાઈ હિરપરા મનસુખ ભાજપ હીરાભાઈ અંટાળા પ્રવીણભાઈ શિરોયા વિજયભાઈ અંટાળા લાખાભાઈ બકુડીયા રમણીકભાઈ ટોપિયા જીતુભાઈ વઘાસીયા પ્રવીણભાઈ ઢોલરીયા  સુરેશભાઇ વઘાસીયા (માસ્તર) ભાવિનભાઈ માથુકિયા મનસુખભાઈ ગીનોયા વિગેરે કાર્યકર્તાઓની હાજરીમાં ભવ્ય આતશબાજી સાથે વિજય ઉત્સવ મનાવ્યો હતો

આ સાથે ભારત માતાકી જય વંદે માતરમ ના નારા સાથે ધોરાજીમાં ભવ્ય વિજય ઉત્સવ ઉજવ્યો હતો અને આવનારી 28 તારીખે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં કાર્યકર્તાઓએ આવો જ જંગી બહુમતીથી વિજય થાય તે પ્રકારે કામે લાગી જવા બાબતે કાર્યકર્તાઓને આહવાન કરાયું હતું

(6:07 pm IST)