લોધીકા એ.ટી.વી.ટી. સેન્ટર ગ્રાઉન્ડ ફલોરમાં લોકોમાં રાહતની લાગણી
(સલીમ વલોરા દ્વારા) લોધીકા, તા.૨૩: લોધીકા મામલતદાર કચેરી ખાતે એ.ટી.વી.ટી સેન્ટર પ્રથમ માળે કાર્યરત હતું જે લોકો લાગણીને ધ્યાને લઈ ગ્રાઉન્ડ ફલોરમાં શરૂ કરાતા લોકોમાં રાહતની લાગણી ફેલાઈ છે.
મામલતદાર કચેરી ખાતે આવેલ એ.ટી વી.ટી સેન્ટર બીજા માળે કાર્યરત હતું આ સેન્ટરમાં ૭ ૧૨ ૮ તથા આવકના દાખલા જાતિના દાખલા સોગંદનામાં આધારકાર્ડની કામગીરી સહિત અનેક સેવાનો લાભ લેતા લોકો આવતા હોય છે જે અરજદારો પૈકી વિકલાંગ સિનિયર સિટીઝન અરજદારોને છેક બીજા માળે જવું પડતું હતું લિફટ ની પણ વ્યવસ્થા ન હોવાના કારણે આવા લોકો મુશ્કેલી અનુભવતા હતા આ અંગે અહીંના સામાજિક કાર્યકરો ગૌરવ હંસોરા. ડાયાભાઈ ઘાડીયા .પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ વિનુભાઈ ઘેટીયા જીતેન્દ્રસિંહ જાડેજા. યુવરાજસિંહ રેવતુભા જાડેજા. મહેશભાઈ.વી.ઘાડીયા છગનભાઈ ઘિયાળ. વગેરેની રજૂઆતો ધ્યાને લઇ મામલતદાર સાહેબ શ્રી એન.સી જોષી એ પ્રજાહિતમાં નિર્ણય લઈ આ સેન્ટર ગ્રાઉન્ડ ફલોરમાં લઈ અને દાતાશ્રી વિશાલ ફાઉન્ડ્રી ના ધીરુભાઈ સોરઠીયા સહયોગ લઈ આ સેન્ટરમાં વોટર કુલર એર કુલર સહીતનીસુવિધા ઉપલબ્ધ કરાવતા લોકોમાં રાહતની લાગણી ફેલાઈ છે.