સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 23rd May 2022

એનડીપીએસના ગૂન્‍હામાં નાસતા આરોપીને પકડી પાડતી જામનગર એસ.ઓ.જી.

જામનગર તા. ર૩ : જીલ્લાના પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સુચનાથી જામનગર જીલ્લાના નાસતા ફરતા આરોપીઓને પકડવા અંગે એસ.ઓ.જી.ના ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ્‍પેકટર આર.વી.વીંછીના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી.ના સ્‍ટાફના માસણો પેટ્રોલીંગમાં રહેલ હતા દરમ્‍યાન હેડ કોન્‍સ મયુદીનભાઇ સૈયદને હક્કિત મળેલ કે જામનગર સીટી બીડીવીઝન પોલીસ સ્‍ટેશનના બી.પાર્ટ ગુ.ર.નં. ૧૧ર૦ર૦૯રર૦૬૬૪/ર૦રર એન.ડી.પી.એસ.એકટની કલમ-૮ (સી) ર૦, (બી.) ર૯ મુજબનો ગુન્‍હામાં નાસતા-ફરતા આરોપી અલી અબુ બ્‍લોચ રહે.શંકર ટેકરી જામનગર વાળો કરાર હોય અને હાલ જુના રેલ્‍વે સ્‍ટેશન પાસે ઉભેલ છે જેથી સદર જગ્‍યાએ જતા આરોપી મળી આવેલ હોય જેથી બી ડીવીઝન પોલીસ સ્‍ટેશનને અલીમામદ ઉર્ફે દીગુડો મકરાણી ઉ.પ૦ ધંધો ડ્રાઇવીંગ રહે. મામદ શાહ પીરની દરગાહ પાસે પાણીના ટાંકા સામે જામનગરને સોંપી આપેલ છેે.

આ કાર્યવાહી ઇ.ચાપો.ઇન્‍સ. આર.વી. વીંછી ની સુચનાથી એસ.ઓ.જી.સ્‍ટાફના પોલીસ હેડ કોન્‍સ. મયુદીનભાઇ સૈયદ તથા રમેશભાઇ ચાવડા તથા અરજણભાઇ કોડીયાતર તથા સોયબભાઇ મકવાણા વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

(12:59 pm IST)