જુનાગઢમાં છરી બતાવીને લૂંટ કરનાર ઇલ્યાસ અરબ અને પરેશ મકવાણા ઝડપાયા
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.ર૩: જુનાગઢ, નંદનવન મેઇન રોડ ઉપર આવેલ ગોડાઉન પાસસે જાહેરમાં છરી બતાવી પાકીટ અજાણ્યા ઇસમો દ્વારા લૂંટ કરનાર જુનાગઢના ઇલ્યાસ રફીકભાઇ અબુદબીલ અરબ અને પરેશ ઉર્ફે બાદલ ઓઘણભાઇ મોહનભાઇ મકવાણાને તાત્કાલી પકડી પાડી રોકડા રૂ.૧૦,૦૦૦/- તથા મોટર સાયકલ-૧ કિ.રૂ.૩૫,૦૦૦/- નો મુદ્દામાલ રીકવર કરી અનડીટેકટ લૂંટનો ભેદ જુનાગઢ, ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી લીધો છે.
આ કામગીરી જુનાગઢ રેન્જના નાયબ પોલીᅠસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિહ પવાર તેમજ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટીની સુચનાથી ક્રાઇમ બ્રાન્ચના પો.ઇન્સ. એચ.આઇ.ભાટી પો.સ.ઇ. ડી.જી.બડવા એ.એસ.આઇ. વિ.એન. બડવા પો.હેડ કોન્સ. યશપાલસિંહ જાડેજા, પ્રકાશભાઇ ડાભી, જીતેષ એચ.મારૂ તથા પો.કોન્સ. દિપકભાઇ બડવા, દિવ્યેશકુમાર ડાભી વિગેરે પોલીસ સ્ટાફે કરેલ છે.