સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 23rd May 2022

જામનગરનાં જામવણથલી અને ભરતપુર વચ્‍ચે રસ્‍તામાં મોટા ગાબડાઃ વાહન ચાલકો હેરાન

(મુકેશ વરીયા દ્વારા) ફલ્લા તા. ર૩ :.. જામનગર જીલ્લાનાં જામવણથલી ભરતપુર રોડ સાવ ધોવાઇ ગયો છે.

ઠેરઠેર મોટા-મોટા ગાબડા પડી ગયા છે. દરરોજ જામવણથલી - તમાચણ, નંદપુર, ભરતપુર, બજરંગપુર અનેક વાહન ચાલકોની અવર-જવર રહેતા આ ગાડા મારગ જેવા ડામર રોડ પર પસાર થવું વાહન-ચાલકોને મુશ્‍કેલ બન્‍યું છે.

આ ડામર રોડ રીપેર કરવો અથવા તો નવો બનાવીને વાહન ચાલકોની મુશ્‍કેલી દુર કરવા માટે લાગતા-વળગતા અધિકારીઓને વિજયભાઇ બોરસદીયા તથા પ્રદ્યુમનસિંહ જાડેજાએ રજૂઆત કરી છે. 

(4:34 pm IST)