સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 23rd June 2021

મોરબીમાં મિત્રને બંધ કવરમાં સુસાઈડ નોટ સોપીને યુવાને મચ્છુ ૩ ડેમમાં ઝંપલાવી આપઘાત કર્યો

મોરબી ફાયર ટીમે મૃતદેહ બહાર કાઢ્યો, પોલીસે વધુ તપાસ ચલાવી

મોરબીના રવાપર રોડ પરના રહેવાસી પટેલ યુવાન કોઈને કહ્યા વિના ઘરેથી જતા રહ્યા હોય અને મિત્રોએ શોધખોળ હાથ ધરી હતી દરમિયાન મોરબીના મચ્છુ ૩ ડેમ પાસેથી તેનું સ્કૂટર અને ચપ્પલ મળી આવ્યા હોય જેથી ડેમમાં ફાયર ટીમે શોધખોળ હાથ ધરતા આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો    

મોરબીના રવાપર નજીક આઈકોન એપાર્ટમેન્ટના રહેવાસી આશિષ થોભણભાઈ જાકાસણીયા (ઉ.વ.૩૬) નામના યુવાન ગઈકાલે તા. ૨૨ ના રોજ હમણાં બહાર જાઉં છું કહીને ઘરેથી નીકળ્યો હતો અને મોડે સુધી ઘરે પરત ના ફરતા તેના પત્નીએ કૌટુંબિક ભાઈ શૈલેષભાઇ અવચરભાઈ જાકાસણીયાએ શોધખોળ હાથ ધરી હતી અને મિત્ર સર્કલમાં તપાસ કરતા નટુભાઈ બોડા નામના મિત્રે જણાવ્યું હતું કે તેને એક કવર આપ્યું છે જે વીમા વાળા ભાઈને આપવાનું કહ્યું હતું જેથી કવર ખોલતા અંદરથી સુસાઈડ નોટ મળી આવી હતી અને પોતે આપઘાત કરવા જઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું જેથી શૈલેષભાઇ જાકાસણીયાએ વહેલી સવારે મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી તો શોધખોળ કરતા આશિષભાઈ જાકાસણીયાનું સ્કૂટર જીજે ૩૬ એન ૧૪૮૭ જૂની આરટીઓ કચેરી નજીકથી મળી આવ્યું હોય જેથી તેઓએ ડેમમાં ઝંપલાવ્યું હોવાનું જણાઈ આવતા મોરબી ફાયર ટીમને જાણ કરવામાં આવી હતી અને ફાયર ટીમે શોધખોળ ચલાવતા મૃતદેહ મળી આવ્યો હતો
પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને સુસાઈડ નોટ કબજે લીધી છે જેમાં તેઓ બે વર્ષથી ગોઠણની બીમારીથી પીડાતા હોય અને સારવાર છતાં તેને દુખાવો રહેતો હોય જેથી કંટાળી આપઘાત કર્યાનું જણાવ્યું છે તો મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

(12:43 am IST)