ઉનાના કાળાપાણમાં જુગાર દરોડોઃ ૩ શખ્સો ૨૫૭૦૦ રોકડ સાથે ઝડપાયાઃ અન્ય ૬ નાસી ગયા
(નવીન જોષી દ્વારા) ઉના, તા. ૨૩ :. તાલુકાના કાળાપાણમાં પોલીસે જુગાર દરોડો પાડીને ૩ શખ્સોને ૨૫૭૦૦ રોકડ સાથે પકડી પાડેલ અને ૬ શખ્સો દરોડા દરમિયાન નાસી ગયેલ છે.
પોલીસ ઈન્સ્પેકટર વિજયસિંહ ચૌધરીની સૂચનાથી દેલવાડા આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનના જમાદાર એ.એન. ડોડીયા તથા મયુરસિંહ ધીરૂભાઈ, હરેન્દ્રસિંહ અમરસિંહ તથા સ્ટાફે કાળાપાણ ગામે મચ્છી માર્કેટ પાસે જાહેરમાં રૂપિયાની હારજીત જુગાર રમતા મોહન કરણાભાઈ મજીઠીયા, ચીથરભાઈ રામભાઈ મજીઠીયા, રમેશભાઈ ભાયાભાઈ બાંભણીયા, ચીંતન નાનુભાઈ મજીઠીયા, ધનાભાઈ લાખાભાઈ મજીઠીયા, રાજુ કાગડાભાઈ મજીઠીયા, મુનાભાઈ લાખાભાઈ મજીઠીયા, લાખાભાઈ બાબુભાઈ મજીઠીયા તથા ભરત મનુભાઈ મજીઠીયા રે. કાળાપાણવાળાને રોકડા રૂ. ૨૫૭૬૦ સાથે પ્રથમ ૩ શખ્સોને પકડી પાડેલ. બાકીના ૬ આરોપી પોલીસને જોઈ નાસી છુટેલ હતા. પોલીસે ૩ આરોપીને ઉના લાવી ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.