મોરબી નજીક અકસ્માતમાં પ યુવાનોના મોતથી અરેરાટી
મૃતક પાંચેય રાજસ્થાની યુવકો ભરતનગર પાસે ટ્રાન્સપોર્ટની ઓફીસ ચલાવે છે ઘરે પરત ફરતા'ને કાળ ભેટયોઃ એક યુવકના પાંચ મહિના પુર્વે જ લગ્ન થયા'તા
તસ્વીરમાં અકસ્માતમાં કારનો બુકડો બોલી ગયો તે નજરે પડે છે. બીજી તસ્વીરમાં મૃતક યુવાનો અને હોસ્પીટલ એકત્ર થયેલ લોકોના ટોળા દ્રશ્યમાન થાય છે. (તસ્વીરઃ પ્રવિણ વ્યાસ-મોરબી)
(પ્રવિણ વ્યાસ દ્રારા) મોરબી, તા., ૨૩: મોરબી નજીક ટીંબડીના પાટિયા પાસે ગત રાત્રે ભયાનક અકસ્માત સર્જાયો છે. જેમાં જીજે ૩૬ એફ ૧૦૫૯ નંબરની કાર ટ્રક પાછળ ઘુસી જતા કાર સવાર પાંચ રાજસ્થાની યુવકોના મોતથી અરેરાટી વ્યાપી ગઇ છે.
મોરબી પંથકમાં અકસ્માતોના બનાવો છાશવારે બનતા રહે છે જેમાં આજે ટીમ્બડી પાટિયા નજીક એક કાર બંધ ટ્રક પાછળ દ્યુસી ગઈ હતી જે અકસ્માતમાં ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા ૫ વ્યકિતના દ્યટનાસ્થળે જ મોત થયા હતા
પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના ભરતનગર ગામ નજીક ઓફિસ ધરાવતા અને ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે જોડાયેલા આનંદ શેખાવત તારાચંદ, બિરજુભાઈ , પવન મિસ્ત્રી સહિતના પાંચ વ્યકિત કાર લઈને ભરતનગર ઓફિસથી મોરબી પોતાના દ્યર તરફ હતા ત્યારે એક બાઇકને બચાવવા જતા કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને સાઈડમાં પડેલ બંધ ટ્રક પાછળ કાર ધડાકાભેર અથડાઈ હતી જે અકસ્માતમાં કારમાં સવાર આનંદ શેખાવત (ઉ.વ.૨૬), તારાચંદ (ઉ.વ.૩૦), બ્રિજેન્દ્રભાઈ (ઉ.વ.૨૨), દિનેશ ઉર્ફે રાજેશકુમાર (ઉ.વ.૨૮) અને અશોકભાઈના પાંચ વ્યકિતને ગંભીર ઇજા થતાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા. જે બનાવની જાણ થતાં મોરબી જિલ્લા એસપી, ડીવાયએસપી અને સ્થાનિક પોલીસ ટિમો દોડી ગઈ હતી અને મૃતદેહ પીએમ અર્થે ખસેડવામાં આવેલ તેમજ પોલીસે બનાવની નોંધ કરી અકસ્માતના બનાવની વધુ તપાસ ચલાવી છે.અકસ્માતમાં મૃત્યુ પામનાર પાંચેય યુવકો રાજસ્થાનના હોવાનું અને મોરબીના ભરતનગર પાસે ટ્રાન્સપોર્ટની ઓફીસ ચલાવે છે. પાંચેય યુવાનો ઘરે પરત ફરતા હતા ત્યારે રસ્તામાં અકસ્માત થતા અંતરીયાળ કાળ ભેટી ગયો હતો. મૃતક પાંચ પૈકી એક યુવકના પાંચ મહિના પુર્વે જ લગ્ન થયા હતા.
અકસ્માતમાં પાંચ રાજસ્થાની યુવાનોના મોતથી મોરબી પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ છે.