સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 23rd September 2021

બોટાદમાં શનિ-રવિ સમસ્ત બ્રહ્મસમાજનો મહાકુંભમેળો

'હર હર મહાદેવ, જય પરશુરામ'ના જયઘોષ સાથે રાષ્ટ્ર ચેતનાનો નારો લગાવાશે : પૂ. આત્માનંદ સરસ્વતીજી અને શાસ્ત્રી કનુબાપુ રાજયગુુરૂના હસ્તે ઉદઘાટનઃ ભૂદેેવોને આહવાન

 રાજકોટઃ સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા સૌરાષ્ટ્રભરના જીલ્લા અને મહાનગરોમાં બ્રહ્મસમાજનું સંગઠન વધુ સુદ્રઢ બને તે માટે સમયાંતરે પ્રવાસ, કાર્યક્રમો અને કારોબારીની બેઠકોનું આયોજન કરવામાં આવતુ હોય છે ત્યારે આગામી તા.૨૫ અને તા.૨૬ના શનિ-રવિના રોજ રાજયના મંત્રી શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી અને રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયાની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજનું ૨૬મું મહા અધિવેશન બી.એ.પી.એસ. સ્વામીનારાયણ મંદિર, સ્ટેશન રોડ, મું. રાણપુર, બોટાદ ખાતે યોજાશે જેનુ ઉદઘાટન પ.પૂ. સંતશ્રી આત્માનંદ સરસ્વતી અને શાસ્ત્રીશ્રી કનુબાપુ રાજયગુરૂજીના વરદ હસ્તે કરવામાં આવશે.  સરકારશ્રીની ગાઇડ લાઇન અનુસાર કાર્યક્રમ યોજાશે તેમ યાદીમાં જણાવાયું છે.

 ભુદેવોના આ મહા કુંભમેળામાં સૌરાષ્ટ્ર-કચ્છમાંથી વિશાળ માત્રામાં ભુદેવો ઉમટી પડશે અને ગુરૂ જગદગુરૂ શંકરાચાર્યજીના આશિર્વાદથી 'બ્રહમ તેજો બલમ બલમ' ની દિવ્ય ચેતનાને જાગૃત કરવાના શ્રેષ્ઠ હેતુથી બ્રહમસમાજ એકત્રીત થઈ 'સંઘે શકિત કલી યુગે' ના મહામંત્રને આત્મસાત કરી બ્રહમસમાજની એકતા અને અખંડિતતાને વધુને વધુ મજબુત કરી સંગઠનના આ સેવાયજ્ઞમાં નિસ્વાર્થભાવે પુરક બનવાનો સંકલ્પ કરશે. સૌરાષ્ટ્ર-કચ્છ બ્રહમસમાજના પ્રમુખ છેલભાઈ જોષી, સંજયભાઈ જોષી, અલ્કેશભાઈ ભટ્ટ, ધર્મેન્દ્રભાઈ રાવલ, દિલીપભાઈ દવે, અંશભાઈ ભારઘ્વાજ, ડી.જી. મહેતા, દેવેનભાઈ ઓઝા, મનુભાઈ પંડયા, ભુપતભાઈ પંડયા, દિલીપભાઈ દવે, ડી.જી. દવે અને રાજકોટ ખાતેથી સૌરાષ્ટ્ર-કચ્છ બ્રહમસમાજના પ્રવકતા જયંતભાઈ ઠાકર, સમગ્ર મીડીયા ઈન્ચાર્જ હરેશભાઈ જોષી, સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહમસમાજ રાજકોટ જીલ્લા પ્રમુખ પંકજભાઈ રાવલ,, નીરજંનભાઈ દવે અને પંકજભાઈ દવે,સમીરભાઈ ખીરા, તેજશ ત્રિવેદી સહીતના બ્રહમ આગેવાનો બોટાદ ખાતે ભુદેવોના મહાઅધિવેશનંમાં ઉપસ્થિત રહેશે.  

(11:46 am IST)