સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 23rd September 2021

જુનાગઢ જેલમાં કાચા કામનો કેદી મોબાઇલ સાથે ઝડપાયો

અંગઝડતી દરમિયાન પગમાં છુપાવેલ ફોન મળ્યો

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.ર૩ : જેલમાં કાચા કામનો કેદી મોબાઇલ ફોન  ઝડપાતા તેનીસામે પોલીસમાં કાર્યવાહી કરવામાં આવી હતી.

જુનાગઢ  જિલ્લા જેલમાંથી મોબાઇલ  ફોન, તમાકુ - બીડી વગેરે પ્રતિબંધિત વસ્તુઓ મળવાનું સામાન્ય થઇ ગયુ છે. આવી સ્થિતિ વચ્ચે ગઇકાલે મોડી સાંજે જુનાગઢ જેલમાં જેલર કમલસિંહ રાણાએ અંગ ઝડતીની કાર્યવાહી હાથ ધરી હતી.

જેમાં કાચા કામનો કેદી નિલેશ મનસુખભાઇ વઘાસીયાની જેલર રાણાએ અંગઝડતી કરતા આ કેદીએ તેમના પગમાં બાંધી છુપાવી રાખેલ સેમસંગ કંપનીનો સીમકાર્ડ વગરનો કી  પેઇડ મોબાઇલ મળી આવ્યો હતો.

આમ જેલમાં કેદીઓ પોતાની પાસે ગેરકાનુની મોબાઇલ ફોન રાખતા હોવાનું સાબિત થયુ હતુ.

જેલ તંત્રએ નિલેશ વઘાસીયાની મોબાઇલ ફોન અંગે પુછપરછ કરી હતી. જેમાં સંતોષકારક જવાબ ન મળતા રાતે કેદી સામે એ ડીવીઝન પોલીસમાં ગુનો દાખલ કરાવવામાં આવ્યો હતો. વિશેષ તપાસ પી.એસ.આઇ. આર.પી.ચુડાસમા ચલાવી રહયા છે.

(1:20 pm IST)