સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 23rd September 2021

લશ્કરી દળ-પોલીસમાં ભરતી માટે મોરબીમાં ફિઝિકલ ટ્રેનિંગ કેમ્પ યોજાશે.

મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપે દેશ માટે મરી મીટવાની ભાવનાથી છલોછલ જોશીલા યુવાનોને પોલીસ અને સેનામાં જોડાવવા માટે પ્લેટફોર્મ પૂરું પાડ્યું: ફિઝિકલ ટ્રેનિંગ કેમ્પમાં ભાગ લેવા માટે તા.22 થી 27 સપ્ટેમ્બર સુધી રજિસ્ટ્રેશન કરાવી શકાશે

મોરબી : મોરબીમાં સવર્ધમ સમભાવ થકી દેશભાવનાને આંખડીત રાખનાર યંગ ઇન્ડિયા ગ્રુપે દેશ માટે મરી મીટવાની ભાવનાથી છલોછલ જોશીલા યુવાનોને પોલીસ અને સેનામાં જોડાવવા માટે પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. જેમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આગામી સમયમાં લશ્કરી દળ અને પોલીસમાં ભરતી થવા ઈચ્છતા જોશીલ યુવાનો માટે ફિઝિકલ ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ફિઝિકલ ટ્રેનિંગ કેમ્પમાં ભાગ લેવા માટે તા.૨૨ થી ૨૭ સપ્ટેમ્બર સુધી રજિસ્ટ્રેશન કરાવી શકાશે.
મોરબીમાં ક્રાંતિકારી વિચારોને વરેલા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા શહેરના યુવાનો પણ ભારતીય સેના અને પોલીસમાં જોડાઈને દેશ માટે પોતાનું યોગદાન આપી શકે તે માટે આગામી સમયમાં ફિઝિકલ ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પોલીસ અને લશ્કરી તેમજ અર્ધ લશ્કરી દળમાં ભરતી માટે તૈયારી કરતા યુવાનો-યુવતીઓ માટે શારીરિક કસોટીની તૈયારીઓના ભાગરૂપે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આ 7 દિવસના ફિઝિકલ ટ્રેનિંગ કેમ્પથી તજજ્ઞોની મદદથી યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે. તેથી ફિઝિકલ ટ્રેનિંગ કેમ્પમાં ભાગ લેવા માટે તા.૨૨ થી ૨૭ સપ્ટેમ્બર સુધી રજિસ્ટ્રેશન કરાવી શકાશે. જેની વધુ વિગતો માટે દિલીપભાઈ મો.નં. 81413 22202 અને વીજયભાઈ મો.નં. 99139 45006 ઉપર સંપર્ક કરવો. યંગ ઇન્ડિયા ગ્રુપના સંસ્થાપક દેવેનભાઈ રબારીએ યુવાનોને આ ટ્રેનિંગ કેમ્પનો લાભ લેવા અપીલ કરી છે.

(9:47 pm IST)