સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 23rd September 2022

ઓખાના દિવ્‍યાંગ રાજુ પરમારની માં આશાપુરા પ્રત્‍યે અનોખી ભકિત

બંને હાથ ખામી હોવા છતાં ૧૮ વર્ષથી ઓખાથી કચ્‍છ માતાના મઢ સાયકલથી જાય છે

(ભરત બારાઇ દ્વારા) ઓખા,તા. ૨૩ : નવરાત્રી એટલે  માતાની આરાધનાનું પર્વ, તેમાંએ કચ્‍છ માતાના મઢમાં આશાપુરાનું વિશેષ મહત્‍વ રહેલ છે. અહીં દેશના ખૂણે ખૂણેથી લોકો ચાલીને, સાયકલથી બાઇકથી નવરાત્રી સમયગાળામાં જાય છે.

ઓખાના દિવ્‍યાંગ યુવાન રાજુભાઇ પરમારમાં આશાપુરા પ્રત્‍યે અતૂટ શ્રધ્‍ધા છે. પોતાના બંને હાથ ખામી હોવા છતાં પણ છેલ્લા ૧૮ વર્ષથી દર નવરાત્રી દરમિયાન ઓખાથી  કચ્‍છ સાયકલ દ્વારા ૬૦૦ કિમીનું અંતર કાપી કચ્‍છ આશાપુરા માતાના મંદિરે પહોંચે છે. આજરોજ ઓખાથી રવાના થતા તેમનું શુભેચ્‍છા પાઠવતા યુવા કથાકાર ગૌરાંગભાઇ જોશીએ તિલક કરી ઉપેરણા ઓઢાડી તેમની યાત્રા સફળ રહે તેવી પ્રાર્થના  કરી હતી. અહીં તેમની આ યાત્રામાં ઓખાના બે યુવાનો પણ જોડાયા હતા.

(10:14 am IST)