સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 23rd September 2022

ભાવનગરમાં બે શખ્‍સે મારી નાખવાની ધમકી આપતા મહિલાએ ફીનાઇલ પીધુ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૩ : ભાવનગરના કુંભારવાડા, અમર સોસાયટી, રામજીની વાડી, કમાભાઈ મેરના મકાનમાં ભાડેથી રહેતા મૂળ માઢીયા ગામના હંસાબેન રાજુભાઈ મેર (ઉં.વ.૩૨)ને રમેશ હકાભાઇ ચોહલા ઉર્ફે કાળુ અને ડિંગાભાઈ હકાભાઇ ચોહલાએ રસ્‍તામાં અટકાવી તું કેમ મારી સાથે બોલતી નથી અને અગાઉ મેં આપેલા રૂપિયા પાછા આપી દેજે નહિતર તને અને તારા પતિને મારી નાખશું એવી ધમકી આપતા હંસાબેને તેના ઘરે ફિનાઈલ પી જતા સારવાર અર્થે સર ટી. હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવેલ છે.

આ અંગે હંસાબેને ધમકી આપનાર બંને શખ્‍સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા બોરતળાવ પોલીસે તપાસ હાથ ધરી છે.

(10:21 am IST)