સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 23rd September 2022

દુધરેજ કેનાલમાં આપઘાત નો પ્રયાસ કરનાર મહિલાને ૧૮૧ ટીમે બચાવી

વઢવાણ,તા.૨૩ :  સુરેન્‍દ્રનગર તરફના રોડ પર આવેલ દુધરેજ કેનાલ પાસે એક ૩૫ વર્ષીય પીડિત મહિલા જે પોતાના પતિના ત્રાસથી આત્‍મહત્‍યાનો પ્રયાસ કરવા માટે આવેલ જેની ૧૮૧ મહિલા હેલ્‍પલાઇનને જાણ થતા અભયમ ટીમ તાત્‍કાલિક ના ધોરણે સ્‍થળ પર પહોંચી જઈને મહિલાનું કાઉન્‍સિલિંગ કર્યા બાદ મહિલાને સમજાવીને તેમના ઘરે પતિને પરત સોંપવામાં આવેલ.

 પીડિતાનું કાઉન્‍સિલિંગ કરતા જાણવા મળેલ કે છેલ્લા દસ વર્ષથી તેના પતિ શારીરિક તથા માનસિક ત્રાસ આપતા તેમજ મારઝુડ કરીને મેણ ટોણા મારતા હતા પીડિતાને તેના પતિ અવારનવાર ઝઘડો કરીને સાથેના રાખવાની ધમકી આપીને છૂટાછેડા કરવા અંગે જણાવતા રોજ રોજ ના કકળાટ થી પીડિતા માનસિક રીતે કંટાળી જઈને પોતાના પિયરમાં જતી રહે છે અને થોડા સમય વિત્‍યા બાદ પોતાના પતિ તેમજ બાળકની યાદ આવતા તે પોતે પરત સાસરિયામાં આવીને પતિ સાથે રહેવા જણાવતા પતિ હાલ પીડિતા ને સાથે રાખવાની ના કહે છે તથા બાળકો આપવાની પણ ના કહે છે આથી પીડિત મહિલાને હવે પોતાનું કોઈ જ ના હોય અને કયાં જવું શું કરવું તેવા વિચાર પછી અંતે આત્‍મહત્‍યા કરવાના વિચાર આવતા પોતાના ગામની નજીક ની કેનાલ પર આવી જઇ ને છેલ્લી ઘડીએ પોતાના ભાઈ તથા બેન સાથે કોલ પર વાત કરે છે અને પોતાની આપવીતી તે જણાવતા તેણીના ભાઈએ બહેનને ૧૮૧ મહિલા હેલ્‍પલાઇન માં જાણ કરવાની માહિતી આપતા પીડિત મહિલા એ પોતે ૧૮૧ મહિલા હેલ્‍પલાઇન માં ફોન કરીને પોતાની સમગ્ર તકલીફ જણાવે છે ને ૧૮૧ મહિલા હેલ્‍પલાઇન અભાયમ ટીમ તુરંત કાઉન્‍સલર ‘‘મધુબેન વાણીયા, કોન્‍સ્‍ટેબલ રંજનબેન વાઘેલા તેમજ પાયલોટ'' બીપીનભાઈ ઇન્‍દરીયા સ્‍થળ પર પહોંચીને મહિલાનું કાઉન્‍સિલિંગ કર્યા બાદ મહિલાને આત્‍મહત્‍યાના વિચારમાંથી મુક્‍ત કરી, ગાડીમાં બેસાડીને તેના ઘરે પતિ પાસે લઈ જઈને પીડિત મહિલા તથા તેમના પતિ બંનેના પ્રશ્‍નોનું નિરાકરણ લાવીને બંને પક્ષનું સ્‍થળ પર સુખઃદ સમાધાન કરાવે છે આમ ૧૮૧ મહિલા હેલ્‍પલાઇનની સરાહનીય કામગીરી એક મહિલાનો જીવ તથા લગ્નજીવન બચાવેલ છે.

 આઠ વર્ષની બાળાની છેડતી

વઢવાણ શિયાણી પોળ વિસ્‍તારમાં રહેતી અને ત્‍યાં જ શાળામાં અભ્‍યાસ કરતી આઠ વર્ષની બાળા સાથે ચાલ તને ભાગ અપાવું તેવું જણાવી અને બાળકને ભાગ લેવા અને આપવા બાબતે લઈ જઈ અને અડપલા કરી અને છેડતી કરી હોવાનો બનાવ સામે આવ્‍યો છે ત્‍યારે આ બનાવવાની જાણકારી મળતા તેના માતા પિતાએ તાત્‍કાલિક અસરે વઢવાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે અને તાત્‍કાલિક અસરે આ છેડતી કરનાર આરોપીને ઝડપી પાડવા માટે વઢવાણ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

(11:32 am IST)