સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 23rd September 2022

ટંકારાના હડમતીયામાં કુંડમાં ડૂબી જતા સગીરનું મોત

મોરબી, તા.૨૩: ટંકારાના હડમતીયા નજીક આવેલ પાલનપીરના મેલા પાસેના કુંડના પાણીમાં ન્‍હાવા પડેલા ૧૭ વર્ષના સગીરનું મોત થયું છે

વિગતો મુજબ હડમતીયા ગામે આવેલ પાલનપીર મેલા પાસેના કુંડમાં એક સગીર ન્‍હાવા ગયો હતો ત્‍યારે ડૂબી ગયો હતો જે બનાવની જાણ થતા મોરબી ફાયર ટીમ પહોંચી હતી અને રેક્‍સ્‍યું ઓપરેશન હાથ ધર્યું હતું અને ડૂબેલા સગીરને બહાર કાઢવામાં આવ્‍યો હતો

જોકે ત્‍યાં સુધીમાં સગીરનું મોત થયું હતું મળતક વિજય ભલાભાઈ ચાવડા (ઉ.વ.૧૭) હોવાનું જાણવા મળ્‍યું છે બનાવને પગલે પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા પોલીસ ટીમ દોડી ગઈ  અને મળતદેહ પીએમ અર્થે હોસ્‍પિટલ ખસેડી બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે.

(11:37 am IST)