સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 23rd September 2022

જૂનાગઢની એકલવ્‍ય સ્‍કૂલ શ્રેષ્‍ઠ શાળાઓમાં દ્વિતિય

જૂનાગઢ :  ખેલમહાકુંભમાં શાળાકક્ષાએ અંદાજે ૧૫૦૫  વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જે ઝોનકક્ષાએ ૨૮૬ વિદ્યાર્થીઓ અલગ-અલગ ઈવેન્‍ટ અને વયગ્રુપમાં ભાગ લીધો હતો. જેમાં ૨૨૮ વિદ્યાર્થીઓના ઝોનકક્ષાએ નંબર આવેલા હતાં. જેથી ઝોન ૬ ની શ્રેષ્ઠ શાળા તરીકે એકલવ્‍ય પબ્‍તિક સ્‍કૂલને દ્વિતીય નંબર આપવામાં આવેલ હતો. જે બદલ શાળાના ટ્રસ્‍ટીઓ,આચાર્ય, વહીવટીવડા તેમજ સ્‍ટાફગણે અભિનંદન પાઠવ્‍યાં હતાં.જેમાં વયગ્રુપ ૬ થી ૧૪ વર્ષમાં તબલામાં પ્રથમ નંબરે જોષી કિંતીન, દુહા, છંદ, ચોપાઈમાં બીજા નંબરે ગઢવી વેદાંશ, શાષાીય સંગીતમાં બીજા નંબરે ચાવડા પરીન, ચિત્રકલામાં ત્રીજા નંબરે ઠકરાર દીયા તેમજ ૧૫ થી ૨૦ વર્ષમાં સુગમ સંગીતમાં પ્રથમ નંબરે જોષી સલોની, ચિત્રકલામાં બીજા નંબરે પાડલીયા સાક્ષી, સર્જનાત્‍મક કારીગરીમાં ત્રીજા નંબરે બુટાણી દીવા વિદ્યાર્થીઓના જીલ્લાકક્ષાની સ્‍પર્ધામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ તમામ વિદ્યાર્થીઓ સૌરાષ્‍ટ્ર -દેશકક્ષાની સ્‍પર્ધામાં ભાગ લેવા જશે. આ સિદ્ધિ બદલ શાળાના ટ્રસ્‍ટીઓ, આચાર્ય, વહીવટીવડા તેમજ સ્‍ટાફગણે અભિનંદન પાઠવ્‍યાં હતાં.(તસ્‍વીર-અહેવાલ : વિનુ જોષી જૂનાગઢ)

(11:38 am IST)