સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 23rd September 2022

દામનગરના સમસ્‍ત માલધારી સમાજનું આવેદનપત્ર

દામનગર : સમસ્‍ત માલધારી સમાજ દ્વારા લાઠી તાલુકા મામલતદાર જી સી પટેલને વિવિધ ૧૧ માંગો સાથે આવેદનપત્ર પાઠવ્‍યું દામનગર ઠાકરદ્વારા થી માલધારી એકતા જીંદાબાદના નારા સાથે પ્રસ્‍થાન થયેલ રેલી એ તાલુકા મામલતદાર જી સી પટેલને માલધારી મહાસંમેલન મહા પંચયતના ઠરાવ માં નક્કી કરાયેલ  વિવિધ અગિયાર માંગો ગુજરાત સરકાર વહેલી તકે સ્‍વીકારે તેવી બુલંદ માંગ સાથે ઠાકોરદ્વારા થી પ્રસ્‍થાન થયેલ રેલી માલધારી એકતા જીંદાબાદના નારા સાથે મામલતદાર કચેરી ખાતે શ્રી જી સી પટેલ સાહેબ ને આવેદનપત્ર પાઠવ્‍યું. ગુજરાત શહેરી ઢોર નિયંત્રણ કાયદો ૨૦૨૨ સંપૂર્ણ નાબૂદ કરી  ગીર બરડા આલેચના માલધારીઓના ૧૭૫૫૧ કુટુંબોને ST દરજ્જો પુનઃ સ્‍થાપિત કરો. માલધારી-ગોપાલક મંડળીઓને મતનો અધિકાર જે રદ કરેલ છે તે પુનઃસ્‍થાપિત કરવો ગુજરાત સરકારના ૧૦૦ પશુએ ૪૦ એકર ગૌચર નિયત કરવું તેના પર દબાણો દૂર કરવા નંદી હોસ્‍ટેલ વસાહત શહેરની બહાર પુનઃસ્‍થાપિત માટે વ્‍યવસ્‍થા કરવી. શહેરી વિસ્‍તારમાં માલિક સાથે હોય અથવા ઘર આંગણેથી ગેરકાયદેસર પશુ પડાવાની પ્રવળત્તિ બંધ કરવી દંડ લઇ પશુ છોડવા  શહેરમાં ઘાસચારો આવવા દેવો માલધારીઓ ના વાડાઓના હાલના જે ભોગવટા ઓ છે તેમને કાયદેસર કરવા અને હાલના માલિકોને સુપરત કરવા માલધારીઓ મંડળીઓને જે જમીનો મળેલ છે તે જમીનો અને મંડળીઓ ફરચામાં કાઢી છે તે માલધારીઓને પાછી આપવી પશુપાલનનો વ્‍યવસાય ખેતી આધારિત હોવાથી માલધારીઓને ખેડૂત ની વ્‍યાખ્‍યામાં સમાવેશ કરવો જાતિ આધારિત જન ગણના કરવી. પંચાયતી સ્‍વાયત સંસ્‍થાઓ સહકારી ક્ષેત્રમાં ૨૭% ઓબીસી અનામત આપવી જેવી વિવિધ માંગ સાથે સમસ્‍ત માલધારી સમાજ દ્વારા નામદાર ગુજરાત સરકારમાં આવેદનપત્ર પાઠવ્‍યું હતું. ( તસ્‍વીર-અહેવાલ : વિમલ ઠાકર,દામનગર)

(11:57 am IST)