સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 23rd September 2022

બગવદરની વીજ કચેરીને આવતીકાલે કોંગ્રેસ દ્વારા ઘેરાવઃ બરડા પંથકના વીજ પ્રશ્ન ઉકેલની માંગણી

પોરબંદર, તા.,૨૩: બરડા પંથકના ગંભીર વીજપ્રશ્નો ઉકેલવાની માંગણી સાથે કોંગ્રેસ દ્વારા બગવદરમાં પીજીવીસીએલ  કચેરીનો આવતીકાલે ઘેરાવ કરવામાં આવશે.

પ્રદેશ કોંગ્રેસ સમીતીના પુર્વ સેક્રેટરી અને પોરબંદર કોંગ્રેસના સિનીયર આગેવાન રામદેવભાઇ મોઢવાડીયા તથા પોરબંદર  તાલુકા કોંગ્રેસ પ્રમુખ રાજુભાઇ ઓડેદરા અને કાળુભાઇ ગોઢાણીયા દ્વારા જણાવાયું છે કે બરડા પંથકમાં જર્જરીત વાયરો, લાંબા ફીડરો, નબળા વીજ ટ્રાન્સફોર્મરો અને શીંગડા ૬૬ કે.વી. રોજીવાડા અને ૬૬ કે.વી. મિયાણીનું  કામ પુર્ણ કરવા સહીતના પ્રશ્ને શનિવાર તા.ર૪ ના રોજ બગવદરએ સ્ટેશને ધરણા, રેલી અને પીજીવીસીએલ કચેરીના ઘેરાવ કાર્યક્રમ બપોરે ૩ કલાકે યોજવામાં આવશે.

મુખ્ય માંગણીઓમાં ૬૬ કે.વી.રોજીવાડા ૬૬ કે.વી. શીંગડા, ૬૬ કે.વી. મિયાણી સબ સ્ટેશન તાત્કાલીક પુર્ણ કરવુ ફોલ્ટ થયેલ ટ્રાન્સફોર્મરો તાત્કાલીક બદલી આપવું  ટીસીનો  જથ્થો પુરતો ઉપલબ્ધ કરાવવો. જર્જરીત વાયરો તાત્કાલીક બદલવો સહીતન રહેણાંક હેતુના વીજળી બીલો બે ગણા થયા વગેરે મુદાઓ ધ્યાને લઇને રજુઆત થશે.

પોરબંદર કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું છે કે પીજીવીસીએલ ગ્રામ્ય ડીવીઝન અન્ડરના બગવદર સબ ડીવીઝન અન્ડરન કોસ્ટલ ડીવીઝન હેઠળન ખેડુતો અનિયમીત વીજ પુરવઠાને કારણે ખેડુતો દુઃખી છે. જયારે વીજ પુરવઠાની જરૂરીયાત હોય એ દિવસોમાં લાંબા વીજ ફીડરો, જર્જરીત વાયરો, નબળા વીજ ટ્રાન્સફોર્મરોને કારણે ૩ કલાકથી વધુ વીજ પુરવઠો મેળવી શકાતો નથી.

૬૬ કે.વી. સબ સ્ટેશનના કામો જેવા કે રોજીવાડા શીંગડા અને માયાણી ૬૬ કે.વી.ના કામો ગોકળગાયની ગતીએ ચાલે છે. જે તાત્કાલીક પુર્ણ કરવા માટે વારંવાર રજુઆત ભાજપ સરકારને કરી છે. પરંતુ આ કામમાં કોઇ ગતી આવતી નથી. આ કામ તાત્કાલીક પુર્ણ કરી ફીડરો ચાલુ નહી કરવામાં આવે તો આનાથી પણ વધુ જલદ કાર્યક્રમો આપવામાં આવશે. લાંબા ફીડરોને લીધે પરેશાની વેઠવી પડે છે. શીશલી ફીડર, પાંચકોશી ફીડર, પઉ ફીડર અને ભેટાળી ફીડર સહીતના અનેક ફીડરો ખુબ જ લાંબા અને તેના વાયરો જર્જરીત હોવાને કારણે આ ફીડરોમાં વીજ પુરવઠો ખુબ જ અનિયમીત રહે છે. નબળા વીજ ટ્રાન્સફોર્મરો ખેડુતોને આપવામાં આવે છે વીજ ટ્રાન્સફોર્મરો રીપેરીંગ કાગળ ઉપર કરીને ખેડુતોને નબળા વીજ ટ્રાન્સફોર્મરો ઠોકી દેવામાં આવે છે. ફોલ્ટ રીપેર કરવામાં અનિયમીતતાને લીધે ખેડુતો ફોલ્ડ લખાવે એ પછી દિવસો સુધી ફોલ્ટ અપુરતા સ્ટાફને કારણે થતા નથી. બગવદર સબ ડીવીઝનનું વિભાજન કરવા માંગણી થશે ૧૯૬૯માં મજીવાણા મુકામે સબ ડીવીઝન હતુ એ વખતે ગ્રાહકોની સંખ્યા ઓછી હતી અને એરીયા પણ ઓછો હતો અને એ વખતે સેટઅપ હતું તેનાથી સેટઅપ વધારવામાં આવ્યું નથી તેવી ફરીયાદો છે.

(1:27 pm IST)