સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 23rd September 2022

સાવરકુંડલાના વિજપડીમાં સગીરા ઉપર દુષ્‍કર્મ આચરીને ખૂનની ધમકી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૨૩ : સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે રહેતી સગીરા સાથે તે જ ગામના ભોજાજીણાભાઇ પરમાર ફોન પર સંપર્કમાં રહી સગીર વયની હોવાનું જાણવા છતા સુરેશ પરસોતમભાઇ સોલંકીના રહેણાંક મકાને રાખીને તેની સાથે અવારનવાર શરીર સંબંધ બાંધી બળાત્‍કાર ગુજારી જીણા શામજીભાઇ પરમારે સગીરાની તેની માતાને જાણ કરવમના બદલે બાઇક ઉપર રાજુલા તથા ભોકરવા ગામે સાથે લઇ જઇ ચકુબેન જીણાભાઇ પરમારે મદદગારી કરી કોઇને વાત કરશે તો ધમકી આપ્‍યાની સગીરાની માતાએ સાવરકુંડલા રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ધમકી

જાફરાબાદ તાલુકાના હેમાળ ગામે રહેતી શાંતુબેન ગોપાલભાઇ બારૈયા (ઉવ.૪૦) પોતાના ખેતરે રસોઇ બનાવતા હોય ત્‍યારે મોટા સાકરીયા ગામના જશુ નાજભાઇ વરૂએ ત્‍યાં આવી મારી સાથે ચાલ તેવું જણાવી હાથ પકડતા મહિલા ભાગવા જતા પાછળ દોડી પાઇપ વડે પગમાં મારમારી ફેકચર કરી વાસાના ભાગે ઇજા કરી ધમકી આપ્‍યાની નાગેશ્રી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

(1:28 pm IST)