સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 23rd September 2022

વિસાવદર માર્કેટયાર્ડમાં મગફળીમાં ભાવ રૂા. ૧૪૭પ/- બોલાયા

વિસાવદર મા. યાર્ડમાં આજરોજ તા. રર-૯-રર ના રોજ મગફળી ગુણી ૩૦૦૦ જેટલી આવક થયેલ છે. મગફળીની હરરાજી કરતા મગફળીની ઉંચી બોલી પ્રતિમણ રૂા. ૧૪૭પ/- સુધી થયેલ તેમજ મોટા ભાગની મગફળીની હરરાજીમાં મગફળીના ભાવ રૂા. ૧૧૦૦ થી લઇ ને રૂા. ૧૪પ૦/- વેચાણ થયેલ છે. મગફળીની આવક વધુ હોવા છતાં ખેડૂતોને મગફળીના ભાવ સારા મળતા ખેડૂતોમાં ખુશી અને આનંદનું મોજુ છવાયું હતું. વિસાવદર મા. યાર્ડમાં મગફળીનાભાવ સારા મળતા હોવાથી ખેડૂતો એ પોતાની મગફળી મા. યાર્ડ વિસાવદરમાં વેચવા મા. યાર્ડનાં સતાધીશોએ અપીલ કરેલ છે. 

(1:36 pm IST)