જેતપુરના પીઠડીયા ટોલનાકા પાસેથી દેશીદારૂ ભરેલ કાર સહિત બે શખ્સોને ઝડપી લેતી એલ.સી.બી. પોલીસ
(કેતન ઓઝા દ્વારા) કાલે સવારે ૮ વાગ્યાના અરસામાં એલ.સી.બી. પોલીસ નીલેશભાઇ ડાંગર, દિવ્યેશભાઇ સુવા બન્ને પેટ્રોલીંગમાં નીકળેલ દરમ્યાન બાતમી મળેલ કે રાજકોટ તરફ દેશીદારૂ ભરેલ સ્વીફટકાર જવાની હોય જે આધારે ટોલનાકે વોચ ગોઠવી બાતમી મુજબની સ્વીફટ કાર શંકાસ્પદ રીતે નીકળતા તેને રોકી કારની તલાસી લેતા તેમાંથી દેશીદારૂ લીટર પ૦૦ કિ.૧૦,૦૦૦ નો મળી આવતા એલ.સી.બી. પોલીસે કાર ચાલક વેજા લખમણભાઇ મકવાણા તથા મયુરભાઇ કોડીયાતર (રહે. બન્ને હનુમાનગઢ રાણાવાવ) ને દેશીદારૂ, સ્વીફટ કાર નં.જી.જે.રપ-એએ-પ૧૦૯ મોબાઇલ નં.ર મળી કુલ રૂા.૬,ર૦,૦૦૦ ના મુદામાલ સાથે પકડી પાડી દારૂ અંગે પુછપરછ કરતા સાપર રહેતો તુષાર મનસુખભાઇ સોંકીને આપવા જતા હોવાનું જણાવતા વિરપુર પોલીસે ત્રણ શખ્શ ગુન્હો નોંધી તુરષને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.