સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 23rd September 2022

પોરબંદરમાં ડો. હિમાંશુ ગઢવી દ્વારા જડબાના ટુંકા હાડકામાં ઝાયગોમેટિક ઇમ્‍પ્‍લાન્‍ટનું સફળ ઓપરેશન

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ર૩ : ડો.હિમાંશુ ગઢવી દ્વારા એક દર્દીના જડબાના ટૂંકા હાડકામાં સર્જરી કરીને જટીલ ગણાતું ઝાયગોમેટિક ઇમ્‍પ્‍લાન્‍ટનું સફળ ઓપરેશન કર્યુ હતું. શહેરમાં આ પ્રકારનું પ્રથમ ઓપરેશન છે.

ગઢવી ડેન્‍ટલ એન્‍ડ મેકઝીલોફીશયલ સર્જરી સેન્‍ટરના નિષ્‍ણાંત ડો. હિમાંશુ ગઢવી (એમડીએસ) અને તેની ટીમ દ્વારા પોરબંદર ખાતે સૌ પ્રથમ વખત ઝાયગોમેટિક ઇમ્‍પ્‍લાન્‍ટની જટીલ પ્રકારની સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી હતી. આ સર્જરીમાં સહયોગ કરવા ડો. હિમાંશુ ગઢવી સાથે ડો. મિલન ફળદુ અને ડો. હર્ષ પીપળીયા ઉપસ્‍થિત રહ્યા હતા.

ગ્‍લોબલ હોસ્‍પિટલના અત્‍યાધુનિક ઓપરેશન થિયેટરમાં આ સર્જરી કરવામાં આવેલ જેમાં એનેસ્‍પેશિયા ડો. કૌશિક પરમાર અને ડો. હિરલ ખુટી દ્વારા આપવામાં આવેલ ગ્‍લોબલ હોસ્‍પીટલના જનરલ સર્જન ડો. રામ પરમાર, ફિઝિશિયન ડો. જીતેન વાઢેર તેમજ સમગ્ર ગ્‍લોબલ ટીમનો સહકાર પ્રાપ્ત થયેલ છ.ે સામાન્‍ય રીતે ેજે દર્દીમાં નોર્મલ ઇમ્‍પ્‍લાન્‍ટ કરવું શકય નથી હોતું અથવા બ્‍લેક ફંગસ (મ્‍યુકર માઇક્રોસીસ) જેવા ઇન્‍ફેકશનને લઇને જડબાનું હાડકુ બહુ ઓછુ હોય છે તેવા દર્દીઓમાં આ પ્રકારની જટીલ સર્જરી કરવામાં આવે છ.ે

(1:42 pm IST)