ગોંડલ પંથકમાં સિંહ પરિવારના ઘામાં :સિંહ, સિંહણ અને બે બચ્ચા સાથે પંથકમાં આવી પહોંચતા વન વિભાગ દોડ્યું:
ગોંડલ તાલુકાના સુલતાનપુર અને હડમતીયા ગામમાં સિંહ પરિવાર આવી પોહચ્યો હતો ગુરૂવાર રાત્રી ના સિંહ પરિવાર સુલતાનપુરની સિમમાં બોરડની વાડીમાં જોવા મળ્યો હતો શુક્રવારે સવારે હડમતીયા ગામની સિમમાં બે આખલાનું મારણ કરતા વન વિભાગ ઘટના સ્થળ પર પોહચ્યું હતું. સ્થળ ઉપર સિંહના પંજાના નિશાન પણ જોવા મળ્યા છે
નવરાત્રી દિવાળીની આસપાસ પ્રતિ વર્ષ ની માફક આ વર્ષે પણ સિંહ પરિવાર ગોંડલ પંથકમાં આવી પોહચ્યો છે. ગોંડલના હડમડીયા ગામે સાવજે આવી રેવન્યુ સર્વે નંબરમા બે આખલાનું મારણ કરતા ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો , ગુરુવારે રાત્રી ના એક સિંહણ અને બે બચ્ચા સુલતાનપુર ની સિમ માં મનસુખભાઇ બોરડની વાળીમાં કપાસમાં દેખાયા હતા.
સિંહ દેખાતાજ ગોંડલ ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે પોહચ્યા હતા.અને સિંહ પરિવાર ને પાંજરે પુરવા કવાયત હાથ ધરાઇ છે