સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 23rd November 2020

ઠંડી સાથે જ કચ્છમાં કોરોના વિસ્ફોટ : નવા ૩૧ કેસ સાથે એકિટવ દર્દીઓમાં ઉછાળો

તંત્ર કોવિડ ગાઇડ લાઇનનું પાલન કરાવવા મેદાને, પોલીસે કોવિડ જાગૃતિ રથ કર્યો શરૂ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૩ : કચ્છમાં ઠંડી વધતાં જ કોવિડના કેસ ફરી વધી રહ્યા છે. થોડા દિવસો સુધી સામાન્ય પરિસ્થિતિ રહ્યા પછી હવે સામટા ૩૧ નવા કેસ સાથે કુલ દર્દીઓ ૩૧૧૨ થયા છે. જયારે એકિટવ કેસમાં પણ ઉછાળો આવ્યો છે. સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને ૨૭૧૩ થઈ છે. જોકે, મોતના આંકડા બાબતે હજીયે લુકાછૂપી ચાલુ છે. પરંતુ, રાજયની સાથે કચ્છમાં કેસ વધ્યા તે સાથે તંત્ર હરકતમાં આવ્યું છે. વાહનચાલકો, હોટલો નિયમ પાલન કરે તે માટે ચેકીંગ વધારાયું છે.

તો, બોર્ડર રેન્જ આઈજી શ્રી મોથાલિયા દ્વારા કચ્છમાં કોવિડ જાગૃતિ રથ શરૂ કરાયો છે. જેના માધ્યમથી પોલીસ દ્વારા લોકોમાં માસ્ક પહેરવા, સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા સમજાવાય છે.

(11:09 am IST)