સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 23rd November 2020

ઠંડી યથાવતઃ ગિરનાર ૭.૬ નલીયામાં ૯ ડિગ્રી

રાજકોટ-કેશોદ ૧ર.૪, અમરેલી ૧ર.૮ ડિગ્રીઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં શિયાળાનો જામતો માહોલઃ આજે ૧૪ શહેરોમાં લઘુતમ તાપમાન ૧પ ડિગ્રીથી નીચું

રાજકોટ તા. ર૩: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધીમે-ધીમે શિયાળાનો માહોલ જામતો જાય છે અને લઘુતમ તાપમાનનો પારો નીચે ઉતરતો જાય છે.

આજે જુનાગઢ ગિરનાર પર્વત ઉપર ૭.૬ ડિગ્રી કચ્છના નલીયામાં ૯.૦ ડિગ્રી રાજકોટ અને કેશોદમાં ૧ર.૪ ડિગ્રી. અમરેલીમાં ૧ર.૮ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.

આજે રાજયના ૧૪ શહેરોમાં લઘુતમ તાપમાન ૧પ ડિગ્રીથી નીચું નોંધાયું છે.

વહેલી સવારે અને મોડી રાત્રીના ઠંડીના કારણે લોકો ગરમ વસ્ત્રોમાં સજજ થઇને ઠંડીથી બચવા માટે પ્રયાસ કરે છે.

જુનાગઢ

જુનાગઢઃ સોરઠ વિસ્તારના આજે પણ ઠંડીનું મોજું યથાવત રહ્યું છે.

રવિવારે જુનાગઢનું લઘુતમ તાપમાન ૧૩.૧ ડિગ્રી રહ્યા બાદ આજે સવારે પારો નીચે ઉતરીને ૧ર.૬ ડિગ્રીએ સ્થિત થતાં જુનાગઢ સહિતનાં વિસ્તારોમાં ઠંડી અનુભવાઇ હતી.

ગિરનાર પર્વત પર સવારનું તાપમાન ૭.૬ ડિગ્રી રહ્યું હતું. જેનાં પરિણામે ગિરનારની યાત્રાએ આવેલા યાત્રિકો વગેરે ઠુંઠવાય ગયા હતા.

આજની ઠંડીની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૬ ટકા અને પવનની પ્રતિ કલાકની ઝડપ ર.૪ કિ.મી.ની રહી હતી.

(11:07 am IST)