સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 23rd November 2020

વાંકાનેરના રૂપાવટી ગામની સીમમાંથી ક્રુડ ચોરીના ગુન્હાનો આરોપી કલોલમાં ઝડપાયો

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૨૩ : મોરબી જીલ્લા પોલીસ વડા એસ આર ઓડેદરાની સુચનાથી મોરબી એસઓજી પી આઈ જે એમ આલ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ રૂપાવટી ગામની સીમમાં સરકારી ખરાબામાં આઈઓસીઆઈ ની પાઇપ્લાઇનમાં ભંગાણ કરી ઓઈલ ચોરીના ગુન્હામાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા તપાસમાં હોય દરમિયાન એસઓજી ટીમને બાતમીના આધારે ગાંધીનગરના કલોલ ખાતેથી આરોપી અક્ષય સામતભાઈ ચાવડા રહે-રધુવીર સોસાયટી, કલોલ વાળાને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

તો મોરબી એસઓજી ટીમની આ કામગીરીમાં એસઓજી પી આઈ જે એમ આલ, કિશોરભાઈ મકવાણા, પરેશભાઈ પરમાર,ધર્મેધ્નભાઈ વાધડીયા અમે રમેશભાઈ રબારીએ કરેલ છે

(11:42 am IST)